Charotar Sandesh
બોલિવૂડ

‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં આલિયા ભટ્ટ ગેંગસ્ટરનું પાત્ર ભજવશે…

મુંબઈ : ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની અપકમિંગ ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં આલિયા ભટ્ટ લીડ રોલમાં છે. આલિયા ભટ્ટ આ ફિલ્મમાં ગુજરાતી ગેંગસ્ટર લેડીના રોલમાં જોવા મળશે. સૂત્રોના જણાવ્યા મુજબ આ ફિલ્મમાં તે ડાન્સ કરતી કે ગીત ગાતી જોવા નહીં મળે. ફિલ્મમાં તેનો લુક એકદમ સરળ, સાદો ગ્લેમર વગરનો હશે.
ફિલ્મમાં આલિયા તેનાં ગેંગસ્ટરનાં કેરેક્ટરમાં જ રહેશે. સંજય લીલા ભણસાલીએ આલિયા માટે અમુક ફોક સોન્ગ કમ્પોઝ કર્યા છે પરંતુ તે લિપ સિન્ક કરતી દેખાશે નહીં. ગીત બેકગ્રાઉન્ડમાં વાગશે. ફિલ્મમાં લાઈવ સાઉન્ડ હશે એટલે આલિયાએ તેના ડાયલોગ્સ પણ એક ટ્રાયમાં જ બોલવા પડશે. તેને ડબિંગ માટે સેકન્ડ ચાન્સ નહીં મળે. શૂટિંગ વખતેની તેની ડાયલોગ ડિલિવરી ફાઇનલ હશે.
આ ફિલ્મમાં આલિયા ગન ચલાવતી દેખાશે. અગાઉ ‘રાઝી’ ફિલ્મમાં તેણે ગન ચલાવી હતી પરંતુ આ ફિલ્મ માટે તો તેણે શાર્પ શૂટર તરીકે દેખાવું પણ જોશે.

Related posts

શાહરૂખ ખાને અમ્ફાનથી થયેલા નુકસાન પર દુઃખ વ્યક્ત કર્યું…

Charotar Sandesh

‘રેડ’ની સિક્વલની હાલ કોઇ યોજના નથીઃ ફિલ્મ સર્જક રાજકુમાર

Charotar Sandesh

એક્ટર ધર્મેન્દ્રની તબિયત અને હાલની સ્થિતિને લઈને ‘અપને-૨’નું શુટીંગ મોકુફ રખાઈ

Charotar Sandesh