Charotar Sandesh
ઈન્ડિયા

મોંઘવારીનો માર : સબસીડીવાળા રાંધણ ગેસમાં ૬ જ મહિનામાં ૬૨ રૂપિયા વધી ગયા..!

સરકારી તેલ કંપનીઓ હવે રાહતદરના રાંધણ ગેસના ભાવ પ્રકાશિત કરતી નથી તેથી લોકોને તુરત જાણ થતી નથી…

ન્યુ દિલ્હી : સામાન્ય લોકોના ઘર વપરાશવાળા સબસિડી હેઠળના રાંધણ ગેસ(એલપીજી)ના ભાવમાં છેલ્લા ટુકડે ટુકડે કરીને છ મહિનામાં રૂ. ૬રનો જંગી વધારો થઇ ગયો છે. ટકાવારી રીતે જોઇએ તો તે ૧૩ ટકાનો વધારો સુચવે છે. આ બાબત પર બહુ ઓછા લોકોનું ધ્યાન ગયું છે. કારણ કે ઇંધણ સબસિડી ઘટાડવાની સરકારની યોજના પછી ઓઇલ કંપનીઓએ તેમની વેબસાઇટ પર ભાવ પ્રકાશિત કરવાનું બંધ કરી દેતા સામાન્ય લોકોને તેની તુરત જાણ થતી નથી કે થઇ નથી. પરંતુ એ સત્ય હકીકત છે કે વર્તમાન મોંઘવારીમાં છૂટક શાકભાજીના ભાવની સાથે રાંધણ ગેસનો બાટલો પણ મોંઘો થઇ ગયો છે.

એલપીજીના વધતા ભાવો પર નજર રાખનાર સૂત્રોએ જો કે જણાવ્યું કે ગેસ સબસીડીમાં કાપ મુકવાના કારણે એટલે કે ભાવ વધાર્યા પછી સરકારને જે વધારાની આવક મળી કે મળી રહી છે તેનો ઉપયોગ બીજી જગ્યાએ ખર્ચ કરવા માટે થતાં વધુ નાણાં બચશે. ચાલુ વર્ષમાં રેવન્યુ કલેકશનનો ટાર્ગેટ ઘટયો છે તેથી સરકારને આવકની જરૂર છે પરંતુ રાંધણ ગેસનો ઉપયોગ કરતા પરિવારોને ફટકો પડશે કારણ કે ફુગાવો પાંચ વર્ષની ટોચ પર છે.

સૂત્રોએ કહ્યું કે, સરકારી ઓઇલ કંપનીઓને સબસિડી હેઠળના રાંધણ ગેસના બાટલાના ભાવમાં ઓગસ્ટમાં સિલિન્ડર દીઠ રૂ. ૩૦ નો વધારો કર્યો હતો. ત્યાર પછી પાંચ મહિનામાં ટુકડે ટુકડે રૂ. ૩ર નો વધારો કરવામાં આવ્યો છે. ર૦૧૯ના મધ્ય પહેલાં પાંચ વર્ષના ગાળામાં સિલિડરના ભાવમાં કુલ રૂ. ૮ર નો વધારો થયો હતો જયારે ત્યાર પછી ફકત છ મહિનામાં ગેસ સીલીન્ડર રૂ. ૬ર મોંઘો થયો છે. સરકારે ઓગસ્ટમાં રાંધણ ગેસના સિલીન્ડરના ભાવમાં તીવ્ર વધારાનો આદેશ આપ્યો હતો અને પછી દર મહિને ચાર રૂપિયાનો વધારો કરવા કહયું હતું પરંતુ વાસ્તવમાં ભાવ વધારો ઘણો મોટો છે.

એલપીજીના ગ્રાહક ભાવમાં તાજેતરના વધારાની કોઈએ નોંધ લીધી નથી કારણ કે ઓઇલ કંપનીઓ હવે તેમની વેબસાઇટ પર સબસિડીવાળા ગેસના ભાવ પ્રકાશિત કરતી નથી. ગ્રાહકો બજાર દરે ગેસ ખરીદે છે અને થોડા દિવસ પછી સબસિડીની રકમ સીધી તેમના બેંક ખાતામાં જાય છે. સબસિડી અને બજાર દર દર મહિને બદલાય છે. આનાથી ગ્રાહકોએ તે સમજવું મુશ્કેલ બનાવ્યું છે કે તેઓએ ખરેખર રાહત દરવાળા રાંધણ ગેસ માટે કેટલું ચુકવ્યું છે.
એલપીજીના એક વિતરકે કહ્યું કે, ’તે શોધવા માટે તમારે બેંકની પાસબુકમાં સ્ટેટમેન્ટમાં જોવુ પડશે કે ખરેખર કેટલી સબસીડીની રકમ તેમના ખાતામાં જમા થઇ છે. કમનશીબે, ખૂબ જ ઓછા લોકો આ માટે ખૂબ મહેનત કરતા હોય છે.
સરકારી તેલ કંપનીઓ ભારતીય તેલ, એચપીસીએલ અને બીપીસીએલના મંત્રાલયે સમાચાર સાથે સંબંધિત કોઈ પ્રતિક્રિયા આપી નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ, સરકારે સબસિડી આપનારા ગ્રાહકોને બે કેટેગરીમાં વર્ગીકૃત કર્યું છે. એક કેટેગરીમાં તે છે કે જેમણે ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કનેક્શન લીધું છે. આ ગ્રાહકોને બીજી કેટેગરી કરતા ૨૦ રૂપિયા વધુ સબસિડી મળે છે. દિલ્હીમાં ૧૪.૨ કિલો સિલિન્ડરનો બજાર દર ૭૧૪ રૂપિયા છે, જેના આધારે ઉજ્જવલાના લાભાર્થીઓને ૧૭૯ રૂપિયા અને બાકીનાને ૧૫૮ રૂપિયા સબસિડી આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે, ઉજ્જવલા ગ્રાહકો માટે ગ્રાહક કિંમત ૫૩૫ રૂપિયા અને અન્ય લોકો માટે ૫૫૬ રૂપિયા હતી.

એલપીજીના કુલ ૨૭.૬ કરોડ ગ્રાહકો છે. તેમાંથી લગભગ બે કરોડને સબસિડી મળતી નથી. સબસિડીવાળા ગ્રાહકોમાંથી આઠ કરોડ એટલે કે લગભગ એક તૃતીયાંશ ઉજ્જવલા લાભાર્થીઓ છે. ઓઇલ કંપનીના એક એક્ઝિક્યુટિવે કહ્યું કે, સબસિડીને બે કેટેગરીમાં વિભાજિત કરવાથી ગરીબ ગ્રાહકોને નુકસાન થશે કે જેમણે ઉજ્જવલા યોજનાની રજૂઆત પહેલા ગેસ કનેક્શન ખરીદ્યું હતું.

Related posts

દેશમાં કોરોના કેસ ૨.૬૭ લાખને પાર : છેલ્લાં ૨૪ કલાકમાં પ્રતિ કલાકે ૪૧૬ કેસો નોંધાયા…

Charotar Sandesh

ઈન્ડીયા : આજના દિવસભરના સમાચાર : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : ૦૮-૧૧-૨૦૨૪

Charotar Sandesh

લોકડાઉનને કારણે લોકો નોકરી ગુમાવશે : ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ

Charotar Sandesh