Charotar Sandesh
વર્લ્ડ

કંપની આલ્ફાબેટનું માર્કેટ કેપ પ્રથમ વખત ૧ ટ્રિલિયન ડોલરને પાર…

USA : ગુગલની મુખ્ય કંપની આલ્ફાબેટનું માર્કેટ કેપ સૌ પ્રથમ વખત ૧ ટ્રિલિયન ડોલર (૭૧ લાખ કરોડ રૂપિયા) પહોંચી ગયું છે. કંપનીના શેરમાં ગુરુવારે ૦.૮૦ ટકા ઉછાળો આવતા વેલ્યુએશનમાં વધારો થયો છે. ભારતીય મૂળના સુંદર પિચાઈ (૪૭) સીઇઓ બન્યાના દોઢ મહિનામાં આલ્ફાબેટના વેલ્યુએશનમાં લગભગ ૧૨ ટકા વધારો થયો હતો. પિચાઈ ૪ ડિસેમ્બરના રોજ સીઇઓ બન્યા હતા તે સમયે આલ્ફાબેટનું ૮૯૩ બિલિયન ડોલર (૬૪ લાખ કરોડ રૂપિયા) વેલ્યુએશન હતું. અમેરિકાના શેરબજારના નિષ્ણાતો પિચાઈના નેતૃત્વને સકારાત્મક માને છે. તેમણે આલ્ફાબેટના શેરના ભાવનો લક્ષ્યાંક પણ વધાર્યો છે. આલ્ફાબેટની ૮૫ ટકા રેવન્યુ ગુગલથી આવે છે. પિચાઈ ૨૦૧૫થી ગુગલના ઝ્રર્ઈં તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. તેમના નેતૃત્વમાં ગુગલની એડ રેવન્યુમાં છેલ્લા ૩ વર્ષમાં ૮૫ ટકાનો વધારો થયો છે.

આલ્ફાબેટના શેરમાં આ વર્ષે એટલે કે છેલ્લા ૧૬ દિવસમાં ૮ ટકા કરતા વધારે તેજી જોવા મળી છે. આલ્ફાબેટ અમેરિકાની ચોથી કંપની છે, જે ટ્રિલિયન ડોલર પહોંચી છે. પ્રથમ વખત એવું બન્યું છે કે જેમાં અમેરિકાની ત્રણ કંપની એક સાથે ટ્રિલિયન ડોલરનું વેલ્યુએશન ધરાવે છે. આ ત્રણેય ટેકનોલોજી કંપની છે. એપલ પ્રથમ સ્થાન પર અને માઈક્રોસોફ્ટ બીજા નંબર પર છે. એમેઝોન પણ ૨૦૧૮માં ૧ ટ્રિલિયન ડોલર સુધી પહોંચી હતી, પરંતુ અત્યારે તેનું વેલ્યુએશન ૯૩૧ બિલિયન ડોલર પર છે.

  • Nilesh Patel

Related posts

કોરોના વાયરસ : ચીનમાં મૃત્યુઆંક ૧૦૦ને પાર, ૧૫૦૦ નવા કેસ નોંધાયા…

Charotar Sandesh

કોરોના વાયરસ મહામારી જાહેર કર્યો, ૧ જ દિવસમાં વિશ્વમાં ૩૨૦ના મોત…

Charotar Sandesh

હવે બ્રિટન જવા દરવાજા ખુલ્યા : કોવેક્સિન અને ક્વોરેન્ટાઈની સમસ્યા નહીં

Charotar Sandesh