Charotar Sandesh
સ્પોર્ટ્સ

અંડર-૧૯ વર્લ્ડકપ : ભારતે જાપાનને ૧૦ વિકેટે હરાવ્યું, રવિ બિશ્નોઇ મેન ઓફ ધ મેચ બન્યો…

મેલબર્ન : ભારતે અંડર-૧૯ વર્લ્ડ કપમાં જાપાનને ૧૦ વિકેટે હરાવ્યું છે. ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરતા ભારતે જાપાનને ૪૧ રનમાં ઓલઆઉટ કર્યું હતું. આ ટૂર્નામેન્ટનો બીજો સૌથી ઓછો સ્કોર છે. સૌથી ઓછા સ્કોરનો રેકોર્ડ સ્કોટલેન્ડના નામે છે. તે ૨૦૦૪માં ઓસ્ટ્રેલિયા સામે ૨૨ રનમાં ઓલઆઉટ થયું હતું. જવાબમાં ભારતે ૪.૫ ઓવરમાં વિના વિકેટે ટાર્ગેટ ચેઝ કર્યો હતો. યશસ્વી જાયસ્વાલે ૧૮ બોલમાં ૫ ફોર અને ૧ સિક્સની મદદથી ૨૯ અને કુમાર ખુશાગ્રએ ૧૧ બોલમાં ૨ ફોરની મદદથી ૧૩ રન કર્યા હતા.
પ્રથમ બેટિંગ કરતા જાપાનની શરૂઆત ખરાબ રહી હતી. ૨૦ રનમાં તેમની પાંચ વિકેટ પડી ગઈ હતી. કાર્તિક ત્યાગી અને સ્પિનર રવિ બિશ્નોઇએ સતત બે બોલમાં બે વિકેટ લીધી હતી. કાર્તિકે કેપ્ટન માર્કેટ થર્ગેટ (૧), નીલ દાતે (૦)ને આઉટ કર્યા હતા. ત્યારબાદ બિશ્નોઇએ શૂ નાગોચી (૭) અને કજૂમાશા (૦)ની વિકેટ લીધી હતી. બિશ્નોઇએ ૮ ઓવરમાં ૫ રન આપીને ૪ વિકેટ, જયારે ત્યાગીએ ત્રણ અને આકાશ સિંહે ૨ વિકેટ લીધી હતી. ભારતે મેચમાં ત્રણ ફેરફાર કર્યા હતા. દિવ્યાંશ સક્સેના, શુભમ હેગડે અને સુશાંત મિશ્રાની જગ્યાએ કુમાર ખુશાગ્ર , શાશ્વત રાવત અને વિદ્યાધર પાટિલને પ્લેઈંગ ૧૧માં જગ્યા મળી હતી.
ભારતે શ્રીલંકાને ૯૦ રને હરાવ્યું હતું. રવિવારે બ્લોફોંટેનમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા ૫૦ ઓવરમાં ૪ વિકેટે ૨૯૭ રન કર્યા હતા. રનચેઝ કરતા શ્રીલંકા ૪૫.૨ ઓવરમાં ૨૦૭ રનમાં ઓલઆઉટ થઇ હતી. ભારત માટે મેચમાં ૪૪ રન કરવાની સાથે બે વિકેટ ઝપનાર સિદ્ધેશ વીર મેન ઓફ ધ મેચ બન્યો હતો. કેપ્ટન પ્રિયમ ગર્ગે ૫૬, ઓપનર યશસ્વી જયસ્વાલે ૫૯ અને ધ્રુવ જુરેલે ૫૨ રન કર્યા હતા. તિલક વર્માએ ૪૬ રનનું યોગદાન આપ્યું હતું. બીજી તરફ શ્રીલંકા માટે નિપુન ધનંજયે સૌથી વધારે ૫૦ રન બનાવ્યા.

Related posts

ટોકિયો ઓલિમ્પિકમાં ભાગ લેનાર ભારતીય ખેલાડીઓને ૧૦ કરોડ મળશે…

Charotar Sandesh

આઈસીસીએ ધોનીને આઈસીસી સ્પિરિટ ક્રિકેટર ઓફ ધ ડેકેટથી કર્યો સન્માનિત…

Charotar Sandesh

પ્રથમ ટેસ્ટમાં કુલદિપની પસંદગી ન થવી એ દુર્ભાગ્યપૂર્ણ છે : ગૌતમ ગંભીર

Charotar Sandesh