Charotar Sandesh
ગુજરાત

પીએસઆઇ મોડ-૨ના પેપર ફરી તપાસવા ગુજરાત હાઇકોર્ટનો હુકમ…

ગૌણ સેવા મંડળ પર ઘેરાયા સંકટના વાદળો…!!

કોર્ટના હુમકમ બાદ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે…

ગાંધીનગર : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પીએસઆઇ મોડ-૨ની પરીક્ષા દરમ્યાન એમપીના કુખ્યાત વ્યાપમ કોભાંડ જેવું થયું હોવાના ગંભીર આરોપો લાગ્યા હતા. આ અંગે ગુજરાત હાઇકોર્ટમાં મામલો પહોંચ્યો હતો. જેની આજે સુનાવણી બાદ કોર્ટે પક્ષકારોને સાંભળ્યા બાદ કોર્ટ દ્વારા એવો હુક્મ કરવામાં આવ્યો હતો આ પરીક્ષા આપનાર તમામ પરીક્ષાર્થીઓના પેપરો ફરી તપાસવામાં આવે. અરજદાર પીએસઆઇ ઉમેદવારો વતી જાણીતા ધારાશાસ્ત્રી સાલીન મહેતાએ ધારદાર રજૂઆતો કરી હતી. કોર્ટના આદેશ બાદ સરકાર તેની સામે અપીલમાં જાય છે કે પછી તમામના ફરીથી પેપરો તપાસવાની કામગીરી હાથ ધરે છે તે પણ જોવું રહ્યું.

ગુજરાતના પીએસઆઇ ઇચ્છુક ઉમેદવારોમાં ભારે ચકચાર જગાવનાર આ બાબત પર નજર નાંખીએ તો શું ગુજરાતમાં પોલીસ ભરતીમાં મધ્યપ્રદેશના વ્યાપમ કોભાંડની જેમ પીએસઆઇ મોડ-૨ની પરીક્ષામાં વ્હાલાદવલાની નીતિ અપનાવીને અમુકને પાસ કરવા અને અમુકને ફેલ કરવાની કોઇ રાજ-રમત તો રમાઇ નથી નેપએવા સવાલો એટલા માટે થયા હતા.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી લેખિત પરીક્ષાના પ્રશ્નપત્રમાં છપાયેલી સુચનાનું કડક પાલન કરનારા ઉમેદવારોના ગુણ કાપીને ઓછા ગુણ આપતાં તેઓ મેરિટમાં આવી શક્યા નથી પરંતુ જેમણે સુચનાનું કડક પાલન ન કર્યું અને પાલનભંગ કર્યો તેઓ મેરિટમાં પહોંચતા સમગ્ર મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. સરકારી સુચનાનું પાલન કરીને મેરિટમાં નહીં પહોંચેલા ઉમેદવારોના મનમાં એવી લાગણી સર્જાઇ રહી છે કે શું સુચનાનું કડક પાલન કરવાની તેમને સજા કરવામાં આવી છેપ? શું જેમણે પ્રશ્નપત્રની સુચનાનું પાલન નથી કર્યું તેમના પ્રત્યે ઉદારતા રાખીને તેમને પીએસઆઇ બનાવવાની કોઇ મેલી રમત ગૃહ વિભાગમાં કોઇના ઇશારે કરવામાં આવી છેપ? ગુજરાત ગૌણ સેવા મંડળ દ્વારા ૨૦૧૫-૧૬માં ૫-૧૨-૨૦૧૫ના દિવસે ૪૦૦ કરતાં વધારે પીએસઆઇની ભરતી માટે જાહેરખબર આપવામાં આવી હતી. જેઓ હાઇકોર્ટમાં મામલો લઇ ગયા હતા તેઓ પણ ખાતાકિય રીતે પરીક્ષામાં બેઠા હતા.

ફેબ્રુઆરી ૨૦૧૭માં ફિજીકલ ટેસ્ટ અને જુલાઇ ૨૦૧૭માં પીએસઆઇ મોડ-૨ની લેખિત પરીક્ષા યોજાઇ હતી. સમગ્ર વિવાદની જડ અને જેને લઇને કેટલાકના મનમાં વ્યાપમ કૌભાંડની ગંધ આવી રહી છે તે સુચના આ પ્રમાણે હતી.
“પ્રશ્નપત્રમાં માંગ્યા મુજબના જ વિકલ્પોના જવાબો આપવા, વધુ સંખ્યામાં લખેલા વિકલ્પો ધરાવતાં કેસમાં માત્ર પ્રથમ ક્રમથી શરૂ થતાં માંગ્યા મુજબના વિકલ્પો જ તપાસવામાં આવશે તૈયારબાદના વધુ લખેલ વિકલ્પોના જવાબો ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

Related posts

Live : વાવાઝોડું કઈ દિશા તરફ આગળ વધી રહ્યું છે, કેટલી સ્પીડે ફુંકાશે પવન… તે જાણવા ક્લીક કરો

Charotar Sandesh

રાજ્યની ર૦ નગરપાલિકામાં રેલવે ક્રોસિંગ ઉપર ૧૬ ઓવરબ્રિજ અને ૧૦ અંડરબ્રિજ બનશે…

Charotar Sandesh

રાજ્યના ૮૫,૦૦૦ વકીલો આત્મનિર્ભર યોજના હેઠળ મળશે રૂ.૨.૫૦ લાખની લોન…

Charotar Sandesh