Charotar Sandesh
ગુજરાત ચરોતર

રાજ્યની ર૦ નગરપાલિકામાં રેલવે ક્રોસિંગ ઉપર ૧૬ ઓવરબ્રિજ અને ૧૦ અંડરબ્રિજ બનશે…

ગાંધીનગર : રાજ્યની ૨૦ નગરપાલિકા વિસ્તારમાં આવેલા રેલવે ક્રોસિંગ પર ૧૬ રેલ્વે ઓવરબ્રિજ અને ૧૦ રેલ્વે અંડરબ્રિજ માટે રૂ. ૭૫૭.૩૭ કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આપી છે. જે ૧૬ નગરોમાં રેલવે ઓવરબ્રિજ બનવાના છે તેમાં ઓખા, પાલીતાણા, પાટણ, તલોદ, વિસનગર, કરમસદ, ઉમરેઠ અને બારડોલીમાં ૧-૧ રેલ્વે ઓવરબ્રિજ તેમજ વેરાવળ, હિંમતનગર, આણંદ અને પેટલાદમાં ૨-૨ ઓવરબ્રિજ બનશે.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ૧૦ નગરોમાં રેલ્વે અંડરબ્રિજ બનશે. સિક્કા, નડિયાદ, બોપલ-ઘુમા, ઉના, કેશોદ, ડીસા, પેટલાદ, વ્યારા નગરોમાં ૧-૧ અને ગાંધીધામમાં ૨ રેલવે અંડરબ્રિજ નિર્માણ પામશે. આ ઉપરાંત સુરેન્દ્રનગર અને ભચાઉ નગર માટે તેમ જ જૂનાગઢ મહાનગરપાલિકા માટે પણ સ્વર્ણિમ જ્યંતી મુખ્યમંત્રી શહેરી યોજના અંતર્ગત આગવી ઓળખના રૂ. પ૪.પ૧ કરોડના કામોને મંજુરી આપી છે. તદ્દઅનુસાર, સુરેન્દ્રનગરમાં મેકશન સર્કલ ડેમ રોડથી હેલીપેડ સુધી નવા ફલાયઓવર બનાવવા માટે રૂ. ૪ર.પ૦ કરોડના કામને મંજૂરી આપવામાં આવી છે તેમ જ સુરેન્દ્રનગર ગેઇટ અને જોરાવરનગર રેલ્વે સ્ટેશન વચ્ચે સબ-વે બનાવવા માટે રૂ. ૬.પ૩ કરોડના કામ મંજૂર કરવામાં આવ્યા છે.

દરમિયાન ભચાઉ નગરપાલિકા વિસ્તારમાં ડેવલપિંગ એન્ટ્રી ઓફ ભચાઉ ટોવડર્ઝ ભૂજ એઝ ગેટવે ઓફ કચ્છના આગવી ઓળખના કામ માટે રૂ. ર.૮૬ કરોડ મંજૂર કરાયાં છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં આવેલા સ્વિમિંગ પુલના નવીનીકરણ માટે રૂ. ર.૬ર કરોડના આગવી ઓળખના કામને પણ મંજૂરી પણ મુખ્ય પ્રધાને આપી છે.

Related posts

શંકરસિંહનો BJP પર આક્ષેપ- ગોધરાની જેમ પુલવામા પણ BJPનું ષડયંત્ર

Charotar Sandesh

કોરોના સંકટ વચ્ચે પણ નગરપાલિકા, જિ.પંચાયતની ચૂંટણી નવેમ્બરમાં યોજાશે…

Charotar Sandesh

ટ્રમ્પની સુરક્ષામાં ૧૦ હજારથી વધારે પોલીસ ખડેપગે રહેશે, અમદાવાદમાં ૩.૩૦ કલાક રોકાશે…

Charotar Sandesh