Charotar Sandesh
ઓટો

દેશની સૌથી નાની કારનું 18મીએ લોન્ચિંગ

ભારતની સૌથી નાની કાર બજાજ ક્યૂટ સત્તાવાર રીતે ૧૮ એપ્રિલ-૨૦૧૯ના રોજ લોન્ચ થશે. ભારતની આ પ્રથમ quadricycle હશે, જે ડાયમેન્શનમાં ટાટા નેનો કરતા નાની હશે. સાથે જ ભારતની આ સૌથી સસ્તી કાર હશે. તેના પેટ્રોલ વર્ઝનની કિંમત રૂ. ૨.૬૪ લાખ હશે, જ્યારે સીએનજી મોડલ માટે રૂ. ૨.૮૪ લાખ આપવા પડશે.

બજાજ આમ તો પહેલેથી જ વિશ્વના અન્ય દેશો માટે ક્યૂટ કારનું મેન્યુફેક્ચરિંગ કરી રહી છે. સૌ પહેલા ૨૦૧૨ના ઓટો એક્સ્પોમાં તેને રજૂ કરવામાં આવી હતી, પરંતુ ભારતમાં એ વખતે લોન્ચિંગ શક્ય બન્યું ન હતું. ૨૦૧૮માં પરિવહન અને હાઇવે મંત્રાલયે વાહનોના એક નવા વર્ઝનના નિર્માણ માટે મંજૂરી આપી હતી, જેને quadricycle કહેવામાં આવે છે. તેના પગલે હવે ભારતના માર્ગો પર સત્તાવાર રીતે ક્યૂટ કાર જોવા મળશે.

આ કારનો કોમર્શિયલ અને પર્સનલ બંને પ્રકારનો ઉપયોગ કરી શકાશે. પેટ્રોલ વર્ઝનમાં આ કારની એવરેજ પ્રતિલિટર ૩૫ કિમીની અને સીએનજી વર્ઝનમાં પ્રતિ લિટર ૪૩ કિમીની રહેશે. આ કારની રેડિયસ અન્ય કારની તુલનાએ ઘણી ઓછી છે. તેને ૩.૫ એમ રેડિયસમાં સરળતાથી ટર્ન લઇ શકાશે. આ કારની સાઇઝ નાની હોવાથી ઓછા પાર્કિંગ સ્પેસમાં તેને પાર્ક કરી શકાશે.

નાની સાઇઝને કારણે સાંકડી ગલીઓ અને શહેરના ભીડભાડવાળા વિસ્તારમાં ચલાવવી સરળ રહેશે. આ કારમાં એસી રહેશે નહીં. કારમાં ૧૨ ઇંચના સારી રોડ ગ્રીપ વાળા એલોય વ્હિલ રહેશે. વરસાદ અને તાપમાં વેધર પ્રોટેક્શન આ કારમાં મળશે.

Related posts

આઈપીએલ પછી ચાઈનીઝ વિવો પ્રો-કબડ્ડી લીગ, બિગબોસની સ્પોન્સરશિપમાંથી પણ આઉટ…

Charotar Sandesh

TVS Jupiter ZX લોન્ચ : ડિસ્ક બ્રેક મોડલની કિંમત 58,645 રૂપિયા અને ડ્રમ બ્રેક વર્ઝનની કિંમત 56,093…

Charotar Sandesh

કોરોનાની આર્થિક આફત : વાહનોના વેચાણમાં ૮૯%નો ઘટાડો : FADA

Charotar Sandesh