આણંદ લોકસભા સીટ હાલ ખૂબ ચર્ચા માં છે કારણકે ચાલુ સંસદ સભ્ય દિલીપ ભાઈ પટેલ જે ભરત સોલંકી સામે 63000 મત થી જીત્યા હતા એ લોકો એ કબુલ્યું હતું કે 2014 ની ચૂંટણી માં જે મોદી લહેર માં જીત થઈ હતી અને તે પણ ગુજરાત માં 2014 ની ચૂંટણી ને લઈ ને સૌથી ઓછા માર્જિન થી બીજી સીટૉ ની ગણતરી થી આ સીટ પર દિલીપ ભાઈ પટેલ વિજયી થયા હતા.
આ વખતે તેમને ટીકીટ ના આપી અને મિતેષ ભાઈ પટેલ ને ટીકીટ આપી તમને મિતેષ ભાઈ નો તો પરિચય આપીશું સાથે દિલીપ ભાઈ ને કેમ ટીકીટ ના ફાળવવામાં આવી તે પણ જણાવી દઈએ ભાજપે અનેક બેઠકો પર રીપિટ થિયરી અમલમાં મૂકી હતી, પરંતુ આણંદ બેઠકનો માહોલ જૂદો હતો, ત્યાં સીટિંગ સાંસદ દિલિપ પટેલ વિરુદ્ધ જનતાની સાથોસાથ ભાજપના કાર્યકરોમાં પણ વિરોધ જોવા મળ્યો હતો, જૂથવાદ પણ ચાલી રહ્યો હતો. તેવામાં ભાજપે દિલિપ પટેલનું પત્તુ કાપીને વર્ષોથી ભાજપના કાર્યકર એવી મિતેષ પટેલને ટિકિટ આપી હતી.
દિલિપ પટેલને ટિકિટ ન મળવાનું બીજું કારણ તેમનો આક્રમક સ્વભાવ પણ છે, જેનો ભોગ આણંદ ભાજપના કાર્યકરો અને નેતાઓ પણ બન્યા હતા, વચ્ચે તેમનો એક વીડિયો પણ ફરતો થયો હતો, જેમાં તે પોલીસ અધિકારીને ધમકાવી રહ્યાં હતા. જ્યારે આ બેઠક પર સેન્સ લેવામાં આવી ત્યારે ભાજપના કાર્યકરોએ દિલિપ પટેલની કામગીરી અંગે આક્ષેપો કર્યા હતા, કાર્યકરો તરફથી કરવામાં આવેલી રજૂઆતને ધ્યાનમાં રાખીને તેમનું પત્તુ કાપવામાં આવ્યું હતું. તો આવો જાણીએ નવા લોકસભા ઉમેદવાર મિતેષ ભાઈ પટેલ વીશેસામાન્ય રીતે ઓછી ચર્ચામાં રહેતી ગુજરાતની આણંદ બેઠક આ વખતે ચર્ચામાં છે.ભાજપે આ બેઠક ઉપરથી મિતેષ પટેલને ઉતાર્યા છે, જેઓ ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા હુલ્લડોમાં આરોપી હતા. 54 વર્ષીય પટેલે ચૂંટણીપંચમાં દાખલ કરેલી ઍફિડેવિટ પ્રમાણે જાણવા મળે છે કે 2002 માં ભારતીય દંડ સંહિતાની અલગ-અલગ કલમો હેઠળ આરોપી બનાવવામાં આવ્યા હતા.