Charotar Sandesh
વર્લ્ડ

કોરોનાનો કહેરઃ ૧૫૭ દેશોમાં પગપેસારો,૬૫૦૦થી વધુ લોકોના મોત…

ઇટલીમાં બીજા વિશ્વયુદ્ધ કરતાં ય બદ્દતર સ્થિતિ,એક દિવસમાં ૩૬૮ લોકોના મોત

વાઈરસના કુલ ૧,૬૯,૫૧૫ કેસ નોંધાયા,જર્મનીએ પાંચ દેશ સાથેની બોર્ડર બંધ કરી

અમેરિકામાં ૨૯ રાજ્યોની સ્કૂલો બંધ,લેબનાનમાં પણ લોકડાઉન, યુએસ નેવીમાં એક સૈનિક કોરોના પોઝિટિવ

વૉશિંગ્ટન : કોરોના વાઈરસનો પ્રકોપ હવે ૧૫૭ દેશો સુધી ફેલાઈ ગયો છે. સોમવારે સવાર સુધીમાં કુલ ૧,૬૯,૫૧૫ કેસ સામે આવ્યા છે. મૃત્યુઆંક ૬,૫૧૫ સુધી પહોંચી ગયો છે. સારી વાત એ છે કે, ૭૭,૭૫૩ લોકો ઈન્ફેક્શનમાંથી સારા પણ થયા છે. અમેરિકાએ ૨૯ રાજ્યોની સ્કૂલોમાં આગામી આદેશ ન મળે ત્યાં સુધી સ્કૂલો બંધ કરવાનો આદેશ આપ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ સરકારના જણાવ્યા પ્રમાણે બે હજાર હાઈસ્પીડ લેબ સોમવારથી શરૂ થશે. પોપ ફ્રાન્સિસ પણ વેટિકનથી નીકળીના રોમની ખાલી રસ્તાઓ પર નીકળ્યા હતા. તેમણે મહામારી ઝડપથી ખતમ થાય તે માટે પ્રાર્થના કરી હતી.
કોરોના વાઈરસના કારણે ઈટાલીમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૬૮ લોકો મોતને ભેટ્યા છે, જ્યારે એક જ દિવસમાં ૩૫૯૦ નવા કેસ નોંઘાય છે. આ સાથે જ ઈટાલીમાં અત્યાર સુધીમાં ૧૮૦૯ લોકોના મોત થયા છે અને ૨૪૭૪૭ લોકો પોઝિટિવ છે.
જર્મનીએ કોરોના વાઈરસના ફેલાવાને લઈને પાંચ દેશ સાથેની બોર્ડર બંધ કરી દીધી છે. જેમાં ફ્રાન્સ, ઓસ્ટ્રિયા, સ્વિત્ઝરલેન્ડ, ડેનમાર્ક અને લક્ઝમબર્ગનો સમાવેશ થાય છે. જર્મનીમાં પોઝિટિવ કેસની સંખ્યા ૪૮૩૮ થઈ છે. જાપાનમાં કોરોના વાઈરસના કુલ કેસ ૮૩૯ થયા અને મૃત્યુઆંક ૨૪ થયો છે.
કોરોના વાયરસના વધી રહેલા ખતરાને ધ્યાનમાં રાખીને ન્યૂયૉર્કમાં તમામ સ્કૂલો બંધ કરવામાં આવી છે. જેમાં કારણે આશરે ૧૧ લાખ બાળકોએ ઘરે બેસવું પડ્યું છે. શહેરના મેયર બિલ ડી બ્લાજિયોએ જાહેરાત કરી કે ૨૦ એપ્રિલ સુધી તમામ સ્કૂલો બંધ રહેશે. આ આદેશથી શહેરમાં આવેલી ૧૯૦૦ ખાનગી સ્કૂલો પ્રભાવિત થશે. અનેક ખાનગી સ્કૂલો પહેલાથી જ બંધ છે. સોમવાર સવાર સુધીમાં અહીં કુલ ૩,૭૩૭ કેસ સામે આવ્યા હતા. અહીં ૬૮ લોકોના મોત થયા છે. નેવી શિપ યુએસએસ બોક્સર પર એક સૈનિકને કોરોના પોઝિટિવ જોવા મળ્યો છે. ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સના જણાવ્યા પ્રમાણે, સોમવારથી બે હજાર હાઈસ્પીડ લેબનું કામ શરૂ કરવામાં આવશે. તેનાથી ઈન્ફેક્ટેડ લોકોની ઓળખ અને સારવાર વધારે સરળ થઈ જશે. અહીં હેલ્થ ઈમરજન્સી પહેલાં જ જાહેર કરી દેવામાં આવી છે.
કોરોના મહામારીએ સર્વોચ્ચ ઈસાઈ ધર્મગુરુ પોપ ફ્રાન્સિસને પણ ચિંતિત કરી દીધા છે. પોપ રવિવારે બપોરે વેટિકનથી નીકળીને રોમના ખાલી રસ્તાઓ પર જોવા મળ્યા હતા. વેટિકનના એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, પોપ રોમના રસ્તાઓ પર નીકળ્યા હતા. તેઓ બે એવી જગ્યાઓ પર ગયા હતા જ્યાં શ્રદ્ધાળુઓ જાય છે. રવિવારે વેટિકનમાં આવેલું સેન્ટ પીટર્સ સ્ક્વેર ચર્ચ પણ ખાલી જોવા મળ્યું હતું.

Related posts

સરહદે તણાવ ઘટાડવા ભારત-ચીન વચ્ચે પાંચ સૂત્રિય ફોર્મ્યુલા પર સહમતી…

Charotar Sandesh

અમેરિકા ખાતે આ સિટીમાં ભારતીય પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ : રાષ્ટ્રગાનની ગુંજ વિદેશમાં ઉઠી

Charotar Sandesh

હવે અમેરિકન કંપનીઓ એચ-૧બી વિઝાધારકોને નોકરી પર રાખી નહીં શકે…

Charotar Sandesh