ન્યુ દિલ્હી : સમગ્ર દેશમાં કોરોનાવાઈરસના અત્યાર સુધીમાં ૧૦૪૫ કેસ પ્રકાશમાં આવ્યા છે. રવિવારે મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૭ નવા મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. આ સિવાય જમ્મુ-કાશ્મીરમાં ૫, ગુજરાતના અમદાવાદમાં ૩ અને રાજસ્થાનના ભીલવાડામાં એક દર્દી મળ્યો છે. અમદાવાદ, જમ્મુ-કાશ્મીર અને મુંબઈમાં એક-એક એમ કુલ ત્રણ દર્દીના મોત થયા છે. રવિવારે રાતે મધ્યપ્રદેશમાં ૫ નવા કેસ ( ૪ ઈન્દોર, ૧ ઉજ્જૈન) પ્રકાશમાં આવ્યા છે. સરકારના આંકડામાં હાલ સંક્રમિતોની સંખ્યા ૯૭૯ છે. એમ કહેવામાં આવી રહ્યું છે કે તેમાંથી ૮૬ સાજા થઈ ચુક્યા છે, જ્યારે ૨૫ના મોત થઈ ચુક્યા છે. મહારાષ્ટ્રમાં આઠમું મોત નોંધાયું છે. અહીં બુલઢાણામાં ૪૫ વર્ષીય સંક્રમિતનું મહિલાનું મૃત્યું થયું હતું. આ મહિલાને હાયપર ટેન્શન પણ હતું. રાજ્યમાં મુંબઈ બહાર આ પહેલું મોત છે. હવે દેશમાં કુલ મોતનો આંકડો ૨૯ પર પહોંચી ગયો છે.
ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા એક હજાર પાર થઈ ગઇ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, ભારતમાં રવિવારે કોરોના વાયરસ સંક્રમિત સંખ્યા ૯૭૯ સુધી પહોંચી ગઈ, જ્યારે મૃતકોનો આંકડો ૨૫ સુધી પહોંચી ગઈ. મંત્રાલયે મોતના નવા છ કેસ નોંધયા છે. દિલ્હી, ગુજરાત, કર્ણાટક, કેરલ, મહારાષ્ટ્ર, જમ્મુ-કાશ્મીર અને તેલંગાનામાં એક-એક સંક્રમિતની મોત થયું છે.
આવી રીતે કોરોના વાયરસ સંક્રમણથી દેશભરમાં અત્યાર સુધી મહારાષ્ટ્રમાં છ, ગુજરાતમાં ચાર, કર્ણાટકમાં ત્રણ, મધ્ય પ્રદેશમાં બે અને દિલ્હીમાં પણ બે લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે કેરલ, તેલંગાણા, તમિલનાડૂ, બિહાર, પંજાબ, પશ્ચિમ બંગાળ, જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં એક-એક સંક્રમિતનું મોત થયું છે.
સવારે દસ વાગે લેટેસ્ટ આંકડાઓમાં સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, દેશમાં ૮૬૭ એક્ટિવ સંક્રમિત હતા, જ્યારે ૮૬ની સારવાર કરીને રજા આપી દેવામાં આવી છે અને એક દેશ છોડીને જતો રહ્યો છે. તે અનુસાર દેશમાં ૪૮ વિદેશી સહિત કુલ ૯૭૯ કોરોના વાયરસ સંક્રમિત છે.