ન્યુ દિલ્હી : કોરોના વાયરસના કારણે દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે આ લોકડાઉન ૧૪ એપ્રિલ સુધી ચાલુ રહેશે. આ પરિસ્થિતિઓ વચ્ચે કેટલાક લોકો પેનિક બાઇંગ કરી રહ્યા છે. જ્યારે કેટલાક લોકોના મનમાં રસોઈ ગેસની સપ્લાઇને લઈ સવાલ ઉભા થયા છે. તેથી લોકો ગભરાટમાં ગેસ સિલિન્ડરની બુકિંગ કરવી રહ્યા છે. તેથી સરકારે તેલ કંપની ઇન્ડિયન ઓયલ કોર્પોરેશનને લોકોથી ‘પૈનિક બુકિંગ’ ન કરવાની અપીલ કરી છે.
મીડિયા રિપોર્ટ મુજબ આઇઓસીએ કહ્યું છે કે હવે ગ્રાહકો દ્વારા એલપીજી ફક્ત ૧૫ દિવસના તફાવત પર બુક કરાવી શકાશે. આ સંદર્ભે આઈઓસીના અધ્યક્ષ સંજીવ સિંહે એક વીડિયો સંદેશમાં લોકોને વિશ્વાસ દાખવતા કહ્યું કે દેશમાં રસોઈ ગેસના જથ્થાની કોઈ અછત નથી. રિપોર્ટ પ્રમાણે ઇન્ડિયન ઓઈલ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશને ગેસ સિલિન્ડરોની સપ્લાઈ સામાન્ય રીતે થતી રહે તે માટે પોતાના પ્લાન્ટને પૂરી ક્ષમતા સાથે ચલાવવા નિર્દેશ આપ્યા છે.
સાથે જ સપ્લાય ચેન પણ સામાન્ય રાખી છે. તેમ છતાં લોકો પૈનિક બુકિંગ કરી રહ્યા છે. તેથી કંપનીઓએ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર કરતા બીજા સિલિન્ડરની બુકિંગને ઓછામાં ઓછા ૧૫ દિવસ પછી કરી છે. એટલે કે બીજા ગેસ સિલિન્ડરની બુકિંગ હવે પહેલા સિલિન્ડરની બુકિંગના ૧૫ દિવસ પછી જ થઈ શકશે. તેથી હવે લોકડાઉનની સ્થિતિમાં ગેસ સિલિન્ડરની સપ્લાઇ ચેન વ્યવસ્થિત રીતે ચાલુ રહી શકે.