Charotar Sandesh
ઈન્ડિયા

કોરોના વાયરસના નવા ૯૮ પોઝિટિવ કેસ : મૃત્યુઆંક ૭૩

તબ્લિક જમાતના ઓપરેશનમાં લાગેલા ૧૪ પોલીસકર્મી ક્વૉરિન્ટીન…

યોગી સરકાર ડ્યૂટી કરતી પોલીસ પર હુમલો કરનારાઓ વિરુદ્ધ રાસુકા હેઠળ કાર્યવાહી થશે…

ન્યુ દિલ્હી : કોરોના વાઈરસના આજે ૯૮ નવા કેસ સામે આવ્યા છે. જેમાં ઉત્તરપ્રદેશમાં ૪૪, રાજસ્થાનમાં ૨૧, આંધ્રપ્રદેશમાં ૧૨, હરિયાણામાં ૮,દિલ્હીમાં ૨, સાથે જ મહારાષ્ટ્ર, કર્ણાટક, ગોવા અને જમ્મુ-કાશ્મીરમાં ૧-૧ દર્દી મળ્યા છે. આ સાથે જ કુલ સંક્રમિતોની સંખ્યા ૫૬૫૭ થઈ ગઈ છે. ૧૯૧ લોકો સ્વસ્થ થયા છે અને ૭૩ લોકોના મોત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૨૩૦૧ છે. જેમાંથી ૨૦૮૮ની સારવાર ચાલી રહી છે. ૧૫૬ સ્વસ્થ થઈ ચુક્યા છે અને ૫૬ લોકોના મોત થઈ ચુક્યા છે. ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં જે ૬૫ લોકો આજે સંક્રમિત મળ્યા છે જેમાંથી ૬૩ દિલ્હીની તબ્લિક જમાતથી પાછા આવ્યા હતા.
નિઝામુદ્દીનમાં મરકજમાં તબ્લિક જમાતના લોકોને ઓપરેશનમાં લાગેલા જવાનોને ક્વૉરિન્ટીન કરી દેવાયા છે. રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, આ જવાનોની સંખ્યા ૧૪ છે. જેમના સંક્રમિત થવાની આશંકા છે. એટલા માટે સતર્કતાના પલગા લેવાયા છે. આ જવાનો ૩૦ અને ૩૧ માર્ચે મરકજની ઈમારતમાં રોકાયેલા બે હજાર લોકોને કાઢવાના ઓપરેશનમાં લાગ્યા હતા. સરકારે પણ આખા ઘટનાક્રમ પર કડક પગલા લીધા છે. કેન્દ્રએ તબ્લિક જમાતના ૬૯૦ બ્રિટિશ, ૪ અમેરિકન, ૬ચીન અને ૩ ફ્રાન્સના નાગરિક છે. આ સાથે જ યુપીની યોગી સરકારે નિર્ણય કર્યો છે કે ડ્યૂટી કરી રહેલી પોલીસ પર હુમલો કરનારાઓ પર રાસુકા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

તબ્લિક જમાતમાં આવ્યા ૯૬૦ વિદેશી બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા…
દિલ્હીની તબ્લિક જમાતમાં આવેલા વિદેશીઓમાંથી ૯૬૦ને સરકારે બ્લેકલિસ્ટ કરી દેવાયા છે. તેમના વિઝા પણ રદ કરી દેવાયા છે. જેમાંથી ૩૭૯ ઈન્ડોનેશિયાઈ, ૧૧૦ બાંગ્લાદેશી, ૯ બ્રિટિશ, ૪ અમેરિકન, ૬ ચીની અને ૩ ફ્રાન્સના નાગરિક છે.
આ પહેલા ગુરુવારે દેશભરમાં ૪૮૬ દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતો. આ એક દિવસમાં સંક્રમણનો સૌથી મોટો આંકડો છે. જેના એક દિવસ પહેલા બુધવારે દેશમાં આ સંક્રમણના ૪૨૪ કેસ સામે આવ્યા હતા. આ સાથે ઉત્તરપ્રદેશ સરકારે આદેશ આપ્યો છે કે કોરોના કટોકટીમાં ડ્યૂટી કરી રહેલા પોલીસકર્મીઓ પર હુમલો કરનારા રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

Related posts

એસબીઆઇ ATMથી પૈસા ઉપાડવાના નિયમો બદલાયા : ઓટીપી જરૂરી…

Charotar Sandesh

કોરોના વધુ ઘાતક બન્યો : ૨૪ કલાકમાં રેકોર્ડબ્રેક ૫૦૭ના મોત…

Charotar Sandesh

વિરોધ-આંદોલનના કારણે ઈન્ટરનેટ બંધ કરાતા ઈ-કોમર્સ કંપનીઓના બિઝનેસને મોટો ફટકો…

Charotar Sandesh