Charotar Sandesh
વર્લ્ડ

દુનિયામાં ૧.૩૪ લાખ લોકોના કોરોનાથી મોત : પોઝિટિવ કેસો ૨૦ લાખને પાર…

ન્યૂયોર્ક/બર્લિન/રોમ : વિશ્વભરમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસ અત્યાર સુધી ૨૦ લાખ ૮૩ હજાર ૩૨૬ નોંધાઈ ચૂક્યા છે. ૧ લાખ ૩૪ હજાર ૬૧૬ લોકોએ જીવ ગુમાવ્યા છે. ૫ લાખ ૧૦ હજાર ૩૫૦ લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

અમેરિકાની વાત કરીએ તો અહીં ૨૪ કલાકમાં ૨૬૦૦ લોકોએ જીવ ગુમાવ્યો છે અને ૩૦ હજારથી વધારે નવા કેસ નોંધાયા છે. જોન હોપકિંસ યુનિવર્સિટી મુજબ અમેરિકામાં કુલ મૃત્યુઆંક ૩૦ હજાર ૮૪૪ થયો છે અને કુલ પોઝિટિવ કેસ ૬ લાખ ૪૪ હજાર નોંધાઈ ચૂક્યા છે. ન્યૂયોર્ક સૌથી વધારે પ્રભાવિત છે, અહીં ૧૧ હજાર ૬૮૬ લોકોએ જીવ ગુમાવ્યા છે અને અહીં ૨ લાખ ૧૪ હજાર ૬૪૮ કેસ નોંધાયા છે.

જર્મનીમાં ધીમે ધીમે લોકડાઉનના પ્રતિબંધને હટાવાશે…
બીબીસીના રિપોર્ટ મુજબ જર્મનીમાં આગામી એક સપ્તાહ સુધી નિયમો સાથે વેપારીઓ પોતાની દુકાન ખોલી શકશે. ચાર મે પછી સ્કૂલો ધીમે ધીમે ખૂલશે. મર્કલે કહ્યું કે જાહેર સમારોહ અને ધાર્મિક મોટા આયોજનો ઉપર ૩૧ ઓગસ્ટ સુધી પ્રતિબંધ રહેશે. જર્મનીમાં ૧ લાખ ૩૪ હજાર ૭૫૩ કેસ નોંધાયા છે અને ૩૮૦૪ લોકોના મોત થયા છે.

પાકિસ્તાનમાં પોઝિટિવ ૬ હજારને પાર…
પાકિસ્તાનમાં કોરોનાના કુલ કેસ ૬૨૯૭ થઈ ગયા છે. અહીં ૧૧૭ લોકોએ જીવ ગુમાવ્યો છે.

ઈટાલીમાં સંક્રમણ અને મોતમાં ઘટાડ થયો…
ઈટાલીમાં કોરોના વાઈરસથી થનાર મોત અને પોઝિટિવ કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. ૨૪ કલાકમાં અહીં ૫૭૮ લોકોએ જીવ ગુમાવ્યો છે અને ૨૬૬૭ નવા કેસ નોંધાયા છે. ઈટાલીમાં અત્યાર સુધીમાં ૧ લાખ ૬૫ હજાર ૧૫૫ કેસ નોંધાયા છે અને ૨૧ હજાર ૬૪૫ લોકોએ જીવ ગુમાવ્યા છે.

સ્પેનઃ મૃત્યુઆંક ૧૯ હજાર નજીક…
સ્પેનમાં બુધવારે ૫૫૭ લોકોના મોત થયા છે અને ૬૫૯૯ નવા કેસ નોંધાયા છે. અહીં ૧૮ હજાર ૮૧૨ લોકોના જીવ ગયા છે.

કેનેડામાં લોકડાઉન યથાવત રહેશે…
કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ ચેતવણી આપતા કહ્યું હતું કે દેશમાં લોકડાઉન અમુક સપ્તાહો સુધી ચાલું રહેશે. તેમણે કહ્યું કે જો લોકડાઉન વહેલા ખોલી નાખવામાં આવશે તો અમે જે અત્યારે કરી રહ્યા છે તે નહી કરી શકીએ. કેનેડામાં અત્યાર સુધીમાં ૨૮ હજાર ૩૭૯ કેસ નોંધાયા છે. અહં ૧૦૧૦ લોકોના મોત થઈ ચૂક્યા છે.

Related posts

કોરોના વાયરસ પ્રાકૃતિક રીતે ઉત્પન્ન થયો છે : WHO

Charotar Sandesh

NASAની ચેતવણી, ધરતી તરફ પૂરઝડપે આવી રહ્યો છે વિશાળકાય ‘પથ્થર’

Charotar Sandesh

ભારત સહિત ૪ દેશોના વિરોધથી યુએનએ પોતાના ડ્રાફ્ટમાં સુધારો કરવો પડ્યો…

Charotar Sandesh