Charotar Sandesh
ગુજરાત

એક્સપોર્ટના ઉદ્યોગો ૨૫ એપ્રિલથી શરૂ કરી શકાશે : ગુજરાત સરકાર

૨૫ એપ્રિલથી કન્ટેન્ટમેન ઝોન બહારની કંપનીઓ શરૂ કરી શકાશે…

સરકારે સુથાર, દરજી વગેરે કામ કરતા લોકોને આપી મંજૂરી, અનાજ વિતરણની નવી તારીખો જાહેર…

ગાંધીનગર : ૨૫મી એપ્રિલથી કન્ટેનમેન્ટ ઝોનની બહારની કંપનીઓ શરૂ કરી શકાશે આ માટે કલેક્ટરની મંજૂરી લેવાની રહેશે વળી ૨૫મી તારીખ પછી ૩૫ હજારથી વધુ ઉદ્યોગો ધમધમતા કરી દેવામાં આવશે. દ્ગજીહ્લછ અંતર્ગત ૬૬ લાખ પરિવારનોને ઘઉં અને ચોખાનું મફત વિતરણ કરવામાં આવશે.

એક્સપોર્ટના ઓર્ડર ધરાવતી કંપની માટે રાહતના સમાચાર છે. કંપની પાસે એક્સપોર્ટનો ઓર્ડર હોવો જરૂરી છે વળી ૨૫ એપ્રિલથી કન્ટેન્ટમેન ઝોન બહારની કંપનીઓ શરૂ કરી શકાશે. આ માટે કલેક્ટરને અરજી કરી કંપનીઓ મંજૂરી મેળવી શકશે. તમામ કંપનીઓમાં નિયમોનું પાલન કરાવવાનું રહેશે. ૩૫ હજાર ઉદ્યોગો શરૂ કરવામાં આવશે.
૨૫મી તારીખથી વિતરણ શરૂ કરવામાં આવશે. પાંચ દિવસ દ્ગહ્લજીછ અંતર્ગત ૬૬ લાખ પરિવારોને ફરીથી રાશન આપવામાં આવશે. જેમાં વ્યક્તિ દીઠ ફરીથી ૩.૫ કિલો ઘઉં અને ૧.૫ કિલો ચોખા આપવામાં આવશે.

આ તારીખે પુરવઠો લેવા ન જઈ શકે તેના માટે ૩૦મી તારીખે વ્યવસ્થા કરવામાં આવશે…

રાશનકાર્ડમાં છેલ્લો આંક ૧, ૨ હશે તેમને ૨૫મી એપ્રિલે
રાશનકાર્ડમાં છેલ્લા આંક ૩, ૪ હોય તેમને ૨૬મી એપ્રિલે
રાશનકાર્ડમાં છેલ્લા આંક ૫ , ૬ હોય તેમને ૨૭મી એપ્રિલે
રાશનકાર્ડમાં છેલ્લો આંક ૭, ૮ હોય તેમને ૨૮મી એપ્રિલે
રાશનકાર્ડમાં છેલ્લો આંક ૯, ૦ હોય તેમને ૨૯મી એપ્રિલે

રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરી દીધી. એટલે જીએસડીએમએ દ્વારા કોવીડ ૧૯ હેઠળ દાન આપી શકશો જે સીએસઆર તરીકે કરવેરામાંથી માફી મળશે. પમ્બલર, મિકેનીક, સુથાર, એસી, દરજી, વગેરેને મંજૂરી આપવા કલેક્ટરને તાકીદ કરી છે. કોઈ પણને જ્યારે સુથાર, ઈલેક્ટ્રીશિયન, પમ્બલર વગેરેની જરૂર પડે તો તે ખાનગી લોકોની સેવા લે તે પણ જરૂરી છે. દ્ગહ્લજીછના ૬૬ લાખ કાર્ડ હોલ્ડરનો અત્યાર સુધી ૩૪ લાખ કુંટુબમાં ૩૪૦ કરોડ રૂપિયા લોકોના ખાતામાં સીધા જમા કરાવવામાં આવેલ છે.

Related posts

સમગ્ર દેશની સાથે ગુજરાતમાં પણ કોંગ્રેસ પક્ષના ૧૩૫માં સ્થાપના દિનની રંગે ચંગે ઉજવણી કરાઈ…

Charotar Sandesh

કોરોના સંકટ વચ્ચે સફારી પાર્ક ૧ ઑક્ટોબરથી પ્રવાસીઓ માટે ખૂલ્લો મૂકાશે…

Charotar Sandesh

કોરોનાના કારણે લૉકડાઉન બાદથી રેલ્વેને ૧૭૯૭ કરોડનું નુકસાન…

Charotar Sandesh