મુંબઇ : બોલિવૂડ એક્ટ્રેસ ઇલિયાના ડી ક્રુઝ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. એટલું જ નહીં, તે તેના પ્રશંસકો સાથે પણ વાતચીત કરે છે. તાજેતરમાં, તેણે ઇન્સ્ટાગ્રામ પર એક પ્રશ્ન જવાબ સેશન કર્યું હતું. ત્યારબાદ એક પ્રશંસકે તેને તેની ફિઓન્સીને લઇને સવાલ પૂછ્યો ઇલિયાનાએ સવાલને નજર અંદાજ કરવાની જગ્યાએ બિન્દાસ્ત જવાબ આપ્યો..
હકીકતમાં, થોડા દિવસો પહેલા, ઇલિયાના ડી’ક્રુઝ પીરિયડ્સ દરમિયાન છોકરીઓના મૂડ વિશે એક મીમ શેર કર્યો હતો. કવેશન આન્સર સેશનમાં, એક યૂઝરેતેને તે મીમ્સની યાદ અપાવી અને તેને તેની ફિઓન્સી વિશે પ્રશ્નો પૂછ્યા. યૂઝરે કહ્યું- ફિઓન્સીના પીરિયડ સિચુએશન ડીલ કરવાની રીત જણાવો. હું નથી ઇચ્છતો કે હું તેને હર્ટ કરું.
તેના જવાબમાં, ઇલિયાનાએ કહ્યું, “તમે આરામથી વાત કરો. આટલું જ નહીં, તમારે તૈયાર રહેવું પડશે કે જ્યારે પણ તે ગુસ્સે દેખાય ત્યારે તેને ગળે મળો. આ વાતનો વિચાર તેની આસપાસન આવે તેનુ ધ્યાન રાખો. જો તેનો મૂડ ખરાબ હોય તો ચોકલેટ આપીને નીકળી જાઓ.
ઇલિયાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો તે આગામી ફિલ્મ ધ રેડ બુલમાં અભિષેક બચ્ચન સાથે જોવા મળશે. ઉપરાંત, તે પરિણીતી ચોપડા અને અજય દેવગણની ફિલ્મ ‘ભૂજ’માં પણ તે એક ખાસ પાત્ર નિભાવતી નજરે પડશે.