Charotar Sandesh
ગુજરાત

રાજ્યના ૧૧ જિલ્લા કોરોના મુક્ત થવાની તૈયારીમાં : સાવચેતીના પગલાં લેવાશે…

ગાંધીનગર : ગુજરાતમાં હાલ કોરોના કહેર મચાવી રહ્યો છે. ગુજરાતમાં કોરોનાની સૌથી વધુ અસર અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, આણંદ, ગાંધીનગર, પંચમહાલ, બનાસકાંઠામાં છે. જ્યારે ગુજરાતના એક માત્ર અમરેલી જિલ્લો એવો છે, જ્યાં અત્યાર સુધીમાં એક પણ કેસ નોંધાયો નથી. આ ઉપરાંત નર્મદા, પોરબંદર, ગીર સોમનાથ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાએ કોરોનાને મ્હાત આપી છે. આમ, ગુજરાતમાં હાલ ૬ જિલ્લા કોરોનામુક્ત છે. હવે આ જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નથી.

આ ઉપરાંત રાહતના સમાચાર એ છે કે, ગુજરાતના વધુ ૧૧ જિલ્લા ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે. આ જિલ્લાઓની વાત કરીએ તો ડાંગમાં કોરોનાના બે કેસ નોંધાયા છે, જેમાંથી એક વ્યક્તિ સાજો થઈ ગયો છે. હવે એક જ વ્યક્તિ સારવાર હેઠળ છે. તાપી જિલ્લામાં પણ બે કેસ છે, જેમાંથી એક કોરોનાને મ્હાત આપી છે. આ પછી કચ્છ જિલ્લામાં સાત કેસ છે, જેમાંથી એકનું મોત થયું છે અને ૫ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. હવે એક જ વ્યક્તિ સારવાર હેઠળ છે.

આવી જ રીતે વલસાડમાં ૬ કેસ નોંધાયેલા છે, જેમાંથી એકનું મોત થયું છે અને ૩ વ્યક્તિએ કોરોનાને મ્હાત આપી છે. ત્યારે હવે બે જ કેસ બાકી રહ્યા છે. જૂનાગઢ જિલ્લામાં કોરોનાના બે જ કેસ નોંધાયેલા છે. તેમજ અન્ય કેસો સામે આવ્યા નથી. આવું દેવભૂમી દ્વારકામાં છે, જ્યાં ૩ કેસો નોંધાયા છે. આ પછી નવા કેસ આવ્યા નથી. આમ, ગુજરાતમાં કચ્છ, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, દેવભૂમી દ્વારકા અને જૂનાગઢ ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે. ભરુચમાં અત્યાર સુધીમાં ૨૭ કેસ નોંધાયા છે, જેમાંથી ૨૨ લોકોએ કોરોનાને મ્હાત આપી છે અને બે લોકોના મોત થયા છે. જ્યારે હવે માત્ર ૩ વ્યક્તિ સારવાર હેઠળ છે.

છોટાઉદેપુર જિલ્લામાં ૧૪ કેસ નોંધાયા હતા, જેમાંથી ૧૧ લોકો સાજા થઈ ગયા છે. જ્યારે હવે ફક્ત ૩ લોકો સારવાર હેઠળ છે. સાબરકાંઠામાં અત્યાર સુધીમાં ૧૦ કેસ નોંધાયેલા છે, જેમાંથી બેનાં મોત થયા છે, જ્યારે ત્રણ લોકો સાજા થયા છે. આમ, હવે પાંચ લોકો સારવાર હેઠળ રહ્યા છે. આવી જ રીતે જામનગરમાં પાંચ કેસો છે, જેમાંથી એકનું મોત થયું છે અને હવે ચાર લોકો સારવાર હેઠળ રહ્યા છે, ત્યારે એવી આશા છે કે, આ જિલ્લાઓ ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે. કેમકે, આ જિલ્લાઓમાં પાંચથી વધુ કેસો એક્ટિવ નથી.

Related posts

ખાખી વર્દી પહેરી એટલે એવું નથી કે ડંડા ગમે ત્યાં વિંઝો : DGP શિવાનંદ ઝા

Charotar Sandesh

રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : ૧૧૧ તાલુકામાં વરસાદ ખાબક્યો

Charotar Sandesh

ગુજરાતમાં બે પ્રકારના કોરોના વાયરસ કહેર મચાવતા હોવાનો અભ્યાસમાં દાવો…

Charotar Sandesh