Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

લોકડાઉનમાં સારસા સત્‌કૈવલ મંદિર દ્વારા પાંચ હજારથી વધુ રાહત કિટનું વિતરણ કરાયું…

લોકડાઉનને લઈને ધંધા રોજગાર બંધ થઈ જતા ગરીબ અને શ્રમિક વર્ગો માટે પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે…

આણંદ તાલુકાના સારસા ગામના સત્‌કૈવલ મંદિરમાં અખિલ ભારતીય સંત સમિતીના રાષ્ટ્રીય અધ્યક્ષ સંત અવિચલદાસજી મહારાજ દ્વારા તેલ અને મસાલા સહિતની કીટો તૈયાર કરી પાંચ હજારથી વધુ લોકોને વિતરણ કરવામાં આવ્યું…

આણંદ : લોકડાઉનને લઈને આણંદ તાલુકાના સારસા ગામના સત્‌કૈવલ મંદિરમાં અખિલ ભારતીય સંત સમિતીના રાષ્ટ્રીય અધ્યક્ષ સંત અવિચલદાસજી મહારાજ દ્વારા તેલ અને મસાલા સહિતની કીટો તૈયાર કરી પાંચ હજારથી વધુ લોકોને વિતરણ કરવામાં આવ્યું છે.

લોકડાઉન દરમિયાન રાજ્ય સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકોને અનાજ અને મોરસનું વિતરણ કરવામાં આવ્યું છે પરંતુ ગરીબ અને શ્રમિક પરિવારો ભોજન બનાવવા માટે તેલ અને મરી મસાલા ક્યાંથી લાવે તે વિકટ પ્રશ્ન બન્યો હતો. ત્યારે સારસા ગામના સત્‌કૈવલ મંદિરમાં અવિચલદાસજી મહારાજ દ્વારા ગરીબ શ્રમિક અને તમામ રેશનકાર્ડ ધારકોને તેલ, મરચુ, હળદર, ગરમ મસાલો, ચ્હા, મીઠુ સહિતના મરી મસાલાની કીટ તૈયાર કરી આજથી વિતરણ કરવાનો પ્રારંભ કરાયો છે અને પાંચ હજારથી વધુ લોકોને આ કીટનું વિતરણ કરાશે તેમજ જા જરુર પડશે તો વધુ કીટો પણ બનાવવામાં આવશે.

આ અંગે સંત અવિચલદાસજી મહારાજે જણાવ્યું હતું કે પ્રથમ બે તબક્કામાં અનાજ અને શાકભાજીની કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું અને હાલમાં લોકડાઉન દરમિયાન રાજ્ય સરકાર દ્વારા તમામ રેશનકાર્ડ ધારકોને ચોખા, ઘઉં, દાળ અને મોરસનું વિતરણ કરવામાં આવ્યું છે પરંતુ હાલમાં લોકડાઉન દરમિયાન ધંધા રોજગાર બંધ હોઈ ગરીબ અને શ્રમિક પરિવારો માત્ર અનાજથી ભોજન બનાવી શકે નહી. જે માટે તેલ, મરચુ, હળદર, ગરમ મસાલો અને ચ્હા સહિતની કીટો તેમજ શાકભાજીની કીટ બનાવી વિતરણ કરવામાં આવ્યું છે. જેથી ગરીબ અને શ્રમિકો ભોજન બનાવી શકે. હાલમાં પાંચ હજાર કીટોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને લોકડાઉન દરમિયાન છેલ્લા ૪૩ દિવસ દરમિયાન બે કરોડથી વધુ રુપિયાની રાશન કીટોનું વિતરણ કરવામાં આવ્યું છે.

  • Jignesh Patel, Anand

Related posts

અલારસા ગામમાં તળાવમાંથી મળેલ શિવલિંગને લઈ શ્રદ્ધાળુઓએ ભવ્ય શિવ મંદિર નિર્માણનો સંકલ્પ કર્યોં

Charotar Sandesh

ગુજરાતમાં કોરોના કેસ ૫૦૦થી વધુ નોંધાયા : ૪૮૯ દર્દી સાજા થયા, જુઓ આણંદ જિલ્લામાં આજના કેસ

Charotar Sandesh

આણંદ જિલ્લાના ખંભાતમાં ઉત્તરાયણ બાદ ઉજવાતી દરીયાઈ ઉત્તરાયણ અંગે મહત્વનો નિર્ણય : જાણો

Charotar Sandesh