મુંબઇ : અનુષ્કા શર્માના પ્રોડક્શનમાં બનેલી વેબ સીરિઝ પાતાલ લોક રીલિઝ થઈ ગઈ છે. હવે સોશિયલ મીડિયા પર તેના ગુણગાન ગવાઈ રહ્યા છે અને લોકો વખાણ કરી રહ્યા છે. જયદીપ અહલાવત અને અભિષેક બેનર્જી સ્ટારર આ સીરિઝ ક્રાઈમ, ફેક ન્યૂઝ અઅને આંતકવાદ જેવી બાબતો પણ વાતો કરે છે.
લોકોને આ શો ખુબ જ પસંદ આવી રહ્યો છે. બધા ફેન્સ સોશિયલ મીડિયા પર પોતાની રાય રાખી રહ્યા છે અને રિએક્શન આપી રહ્યા છે. પોતાની ખુશી વ્યક્ત કરતાં લોકો આ વિશે વાત કરે છે. ડ્રામા, થ્રિલ અને રોમાન્સથી ભરેલી આ વેબ સીરિઝ પાતાલ લોકો વિશે દર્શકો કંઈક આવું કહી રહ્યા છે.