પૂર્વ AMC કમિશનર વિજય નહેરાની બદલી પછી રાજનીતિ ગરમાઈ…
BJPના નેતાઓએ ટિ્વટર પર આરોપોનો મારો ચલાવ્યો…
અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસે કોરો કહેર વરસાવ્યો છે, અને તેમાં પણ હોટસ્પોટ અમદાવાદમાં વધતા કેસ અને કાબુ બહાર જઈ રહેલી કોરોનાની સ્થિતિ પર ભાજપના નેતાઓ પૂર્વ એએમસી કમિશનર વિજય નેહરાના જવાબદાર ઠેરવી રહ્યા છે. ત્યારે આ મામલે જ્યારે વસ્ત્રાપુર ખાતે મેંગો ફેસ્ટિવલમાં પત્રકારોએ શહેરના મેયર બિજલ પટેલને વેધક સવાલો સાથે ઘેરી વળ્યા હતા, ત્યારે તેમની પાસે કોઈ જવાબ નહોતો. તેઓ જાણે શહેરમાં કોરોના વાયરસ પર કંઈ બોલવા જ માંગતા નહોતા.
આજે વિજય નેહરાને લઈને સોશિયલ મીડિયા પર ભાજપના નેતાઓએ કરેલી ટીપ્પણીના કારણે રાજનીતિ ગરમાઈ છે, ત્યારે આ વિશે જ્યારે મેયર બિજલ પટેલને સવાલ કર્યો તો તેમણે કહ્યું તેઓ માત્ર મેન્ગો ફેસ્ટીવલ અંગેના જ સવાલોનો જવાબ આપશે. તેના સિવાય કોઈ જવાબ નહીં આપે. શહેરમાં કોરોનાના કેસોમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે નેતાઓ પાસેથી હાલ જેવા જવાબો અને અધિકારીઓ પર થતાં આક્ષેપ કોરોનાના ફ્રન્ટલાઈન વોરીયરનું મનોબળ તોડે તેવા હોવાની છાપ ઉપસી રહી છે.
આજે અમદાવાદના પૂર્વ મ્યુનિ. કમિશનર વિજય નેહરાને લઈને રાજકારણ ગરમાયુ છે. વિજય નેહરાની બદલી કરતા હવે રહી રહીને મોટો હોબાળો જોવા મળી રહ્યો છે. વિજય નેહરા ઉપર એવા મોટા સનસનીખેજ આરોપો મૂકવામાં આવી રહ્યા છે કે તેમણે પબ્લિસિટી અને પ્રચારમાં જ સમયનો ઉપયોગ કર્યો અને અમદાવાદને ભગવાન ભરોસે છોડી દીધી હતુ. વિજય નેહરા પર દેવુસિંહ ચૌહાણે પોતાનું નિવેદન આપતા કેટલા આક્ષેપો કર્યા હતા તેમનું કહેવું હતુ કે વિજય નેહરા પ્રજાનું હિત નહોતો જોઈ શકતા. વિજય નેહરા પોતાના પ્રચારમાં રચ્યાપચ્યા રહેતા હતા. તેમણે અમદાવાદને ભગવાન ભરોસે છોડી દીધુ હતુ. આ અંગેની ટિ્વટ જો કે તેઓએ પછીથી ડિલિટ પણ કરી હતી
સોશિયલ મીડિયામાં નહેરા વિરૂદ્ધ ટ્વીટ મુદ્દે ભાજપ પ્રવક્તાએ પણ એક નિવેદન આપ્યું છે. ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ પક્ષના નેતા ઋત્વિજ પટેલના ટ્વીટને વખોડી કાઢ્યું છે અને સોશિયલ મીડિયાના કન્વીનરોને કોઈ પણ મુદ્દે વિચારી સમજીને ટિ્વટ કરવા તાકીદ કરી છે. તેમણે જણાવ્યું કે, અમે મીડિયા અને જનતાની સાથે છીએ.
વિજય નેહરા પર ભાજપના યુવા નેતા પંકજ શુક્લાએ પણ આક્ષેપ લગાવ્યા હતા. અમદાવાદમાં ૮ લાખ કેસ થવાના ભ્રામક આંકડા આપ્યા હતા. વિજય નેહરાએ લોકોમાં ડર ઉભો કર્યો હતો. અમદાવાદને ભગવાન ભરોસે છોડી દીધુ.વિજય નેહરા પોતે ક્વોરન્ટાઈન થઈ ગયા હતા. જ્યારે કોગ્રેસના નેતા જયરાજસિંહે કહ્યુ હતુ કે, વિજય નેહરા ભાજપના રાજકારણનો ભોગ બની ગયા હતા અને તેમની આંતરિક નીતિને કારણે જ તેમની હકાલપટ્ટી થઈ હતી.