Charotar Sandesh
વર્લ્ડ

અશ્વેત વ્યક્તિના મોત બાદ અમેરિકામાં હિંસા, ૨૫ શહેરોમાં કર્ફ્યૂ…

USA : અમેરિકામાં અશ્વેત વ્યક્તિ જોર્જ ફ્લોયડના મોત અને પોલીસ દ્વારા અન્ય અશ્વેત લોકોની હત્યાના વિરોધમાં દેશના અનેક ભાગોમાં પ્રદર્શન થઈ રહ્યા છે. શનિવારે રાત્રે અનેક શહેરોમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. હવે લોસ એન્જિલસ, ફિલેડેલ્ફિયા અને એટલાન્ટા સહિત ૧૬ રાજ્યોના ૨૫ શહેરોમાં ફર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. ત્યાંજ ટ્રમ્પે પ્રદર્શનકારીઓને ચેતવણી આપતા જણાવ્યું છે કે, અમારી પાસે ખનરનાક કૂતરા અને ઘાતક હથિયાર છે.
પોલીસે જણાવ્યું કે, અત્યાર સુધી અમેરિકામાં અત્યાર સુધી ૧૪૦૦ પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી છે. મિનેસોટમાં ગુરુવાર બપોરથી શનિવારે બપોર સુધી તોફાન, ચોરી અને સંપત્તિને નુકસાન પહોંચાડવાના આરોપમાં ૫૧ લોકોની અટકાયત કરવામાં આવી હતી.
શુક્રવારે પ્રદર્શનકારીઓ વોશિંગ્ટન ડીસીમાં વ્હાઈટ હાઉસની બહાર પર વિરોધ પ્રદર્શન કર્યા હતા ત્યારબાદ વ્હાઈટ હાઉસને બંધ કરવામાં આવ્યો હતો. શનિવારે સુરક્ષા અધિકારીઓ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ સર્જાઈ હતી.
ટ્રમ્પે આ અંગે જણાવ્યું હતું કે, હું અંદર હતો અને પ્રત્યેક ઘટનાને જોઈ રહ્યો હતો. હું સુરક્ષિત અનુભવી રહ્યો હતો. લોકો ભેગા થયા હતા પરંતુ કોઈ પણ ફેન્સ તોડવા માટે નજીક આવ્યો નહતો. જો તેઓ અંદર આવતા તો તેમનો સ્વાગત ખતરનાક કૂતરા અને ઘાતક હથિયારોથી કરવામાં આવતો.
મિનિપોલીસની પોલીસે અગાઉ જણાવ્યું હતું કે, છેતરપિંડીના એક કેસમાં તપાસ દરમિયાન આરોપીને કારમાંથી બહાર કાઢવાના આદેશ આપવામાં આવ્યા હતા. બહાર કાઢ્યા બાદ જોર્જ ફ્લોયર્ડે પોલીસ અધિકારી સાથે ધક્કામુક્કી કરી હતી જેના જવાબમમાં અધિકારીઓએ તેને હથકડી લગાવીને જમીન પર પાડી દેવામાં આવ્યો હતો. પોલીસે તેના ગળા પર પગ મૂકી દીધો હતો જેને કારણે તેનું મોત થઈ ગયું હતું.

  • Naren Patel

Related posts

વોશિંગ્ટન : હવે ગર્ભવતી મહિલાને અમેરિકા જવું મુશ્કેલ થશે;વિઝા માટેના નિયમો કઠોર બનશે…

Charotar Sandesh

કોરોના ઇફેક્ટ : અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ ડીલ સમાપ્ત…

Charotar Sandesh

WHOની ચેતવણી : કોરોનાએ છેલ્લી મહામારી નહીં…

Charotar Sandesh