Charotar Sandesh
બોલિવૂડ

તે કેટલા નવા કલાકારોને તક આપી છે?ઃ દિવ્યા ખોસલાનો સોનુ નિગમ પર પલટવાર…

મુંબઇ : સિંગર સોનૂ નિગમે જ્યારે મ્યૂઝિક ઇન્ડસ્ટ્રીને એક માફિયા ગણાવી છે જેને લઇને ચર્ચા થઇ રહી છે. સુશાંતના નિધન બાદ સોનૂ નિગમે ખુલીને તેના વિચાર રાખ્યા છે. તેણે સોશિયલ મીડિયા પર ટી-સીરીજ અને કંપનીના ડાયરેક્ટર ભૂષણ કુમાર પર અનેક પ્રકારના આરોપ લગાવ્યા હતા. હવે ભૂષણ કુમારની પત્ની દિવ્યા કુમાર ખોસલાએ તેા પતિનો બચાવ કર્યો અને સોનૂને આડે હાથ લીધો છે. દિવ્યા કુમાર ખોસલાએ પણ સોનુ નિગમના દરેક આરોપનો સોશિયલ મીડિયા પર લાંબા વીડિયો દ્વારા જવાબ આપ્યો છે અને સિંગર પર નિશાન સાધ્યું છે. સોનુ નિગમે આરોપ લગાવ્યો હતો કે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં બહારના લોકોને વધુ તકો મળતી નથી, જેના આધારે દિવ્યાએ મોટી વાત કરી છે. તે કહે છે – ટીસીરીઝમાં ૯૭ ટકા લોકો બહારના લોકો છે અને તેઓએ આ કંપની દ્વારા ઘણા નવા ચહેરાઓની ઓળખ કરી છે. તેણે સોનુ નિગમ પર પ્રહાર કરતાં કહ્યું છે કે તેણે કેટલા નવા કલાકારોને તક આપી છે? દિવ્યાએ વીડિયોમાં સોનૂ નિગમને તેના શરૂઆતના દિવસોની યાદ પણ કરાવી હતી.

દિવ્યાએ કહ્યું છે કે સોનુ નિગમની કારકિર્દી ગુલશન કુમારને કારણે બની છે. સોનુ નિગમ ગુલશન કુમારને દિલ્હીથી મુંબઇ લાવ્યો હતો. તેણે સોનુ નિગમને તક આપી, તેથી તે આજે આ તબક્કે પહોંચી ગયો છે. દિવ્યાએ વીડિયોમાં સોનુ પર આરોપ પણ લગાવ્યો હતો કે ટીસીરીઝ મુશ્કેલીમાં હોય ત્યારે સોનુએ પોતે તેની મદદ કરી નહોતી. તે સમયે સોનુએ પોતાની જાતને બીજી કંપની સાથે જોડી દીધી હતી. વીડિયોમાં દિવ્યાએ અન્ય ઘણા મુદ્દાઓ પર પોતાના મંતવ્યો આપ્યા છે. વીડિયોના અંતમાં દિવ્યા કહી રહી છે કે ગીતાને કારણે તેને આ વીડિયો બનાવવાની પ્રેરણા મળી છે. તેણે ધર્મનો સાથ આપ્યો છે અને તનું કર્મ નીભાવતા સચ્ચાઇને લોકોની સામે લાવ્યો છે.

Related posts

સ્વરા ભાસ્કરની નવી સીરિઝ ‘રસભરી’ માં એક સીનને લઇ શરૂ થયો વિવાદ…

Charotar Sandesh

સંજય દત્ત પત્ની માન્યતા સાથે અચાનક વિદેશ જવા રવાના થયા

Charotar Sandesh

રાધિકા આપ્ટેએ ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યુઃ ધ સ્લીપવોકર્સનું ટીઝર રિલિઝ…

Charotar Sandesh