Charotar Sandesh
ઈન્ડિયા

વડાપ્રધાન મોદી ચૂપ, કોરોના મહામારી વિરુદ્ધ આત્મસમર્પણ કર્યું ? : રાહુલ ગાંધી

કોરોનાને રોકવા સરકાર પાસે કોઈ પ્લાન નથી…

ન્યુ દિલ્હી : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કોરોના મુદ્દે સતત મોદી સરકાર સામે સવાલો કરી રહ્યા છે. લદ્દાખની ગલવાન ખીણમાં ચીન સાથેની હિંસક અથડામણમાં ૨૦ ભારતીય જવાનો શહીદ થયા. તે અંગે રાહુલ ગાંધીએ સતત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જવાબ માંગ્યા હતા ત્યારે હવે તેમણે કોરોના વાયરસ સંક્રમણ મામલે સવાલ કર્યા છે.

રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પાસે કોરોનાનો સામનો કરવા કોઈ યોજના ન હોવાનો આરોપ મુક્યો હતો. રાહુલ ગાંધીએ ટિ્‌વટમાં લખ્યું હતું કે, ’કોરોના વાયરસ દેશના નવા વિસ્તારોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે.

ભારત સરકાર પાસે તેનો સામનો કરવા માટે કોઈ યોજના નથી. વડાપ્રધાન ચૂપ છે. તેમણે મહામારી સામે આત્મસમર્પણ કરી દીધું છે અને તેનો સામનો કરવા મનાઈ કરી દીધી છે.’

રાહુલ ગાંધીએ કોરોના વાઈરસના મુદ્દે મોદી સરકાર પર એવા સમયે નિશાન સાધ્યુ જ્યારે દેશમાં સંક્રમિત દર્દીઓનો આંકડો પાંચ લાખથી વધારે થઈ ચૂક્યો છે. બીજી તરફ વડાપ્રધાન મોદી કહી ચૂક્યા છે કે ખબર નહીં આ બીમારીમાંથી ક્યારે છુટકારો મળશે.

Related posts

માથું કપાવીશ પણ ભાજપ સામે ઝૂકીશ નહીં : મમતા બેનર્જીનો પડકારો…

Charotar Sandesh

મહારાષ્ટ્ર : ભાજપનો નવો ધડાકો : ૧૧૯ ધારાસભ્યો સાથે છે : ‘ત્રિપુટી’ની બાજી ઉંધી વળી જશે..?

Charotar Sandesh

કોરોનાએ વિનાશ સર્જ્યો : ૧ કરોડ લોકો બેરોજગાર થયા…

Charotar Sandesh