દ્વારકાના કલ્યાણપુરમાં છેલ્લા ૨૬ કલાકમાં પોણા ૭ ઇંચ પડ્યો…
અમદાવાદ : ગુજરાતમાં ચોમાસુ ભરપુર બેસી ગયુ છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૯૮ તાલુકામાં વરસાદ પડ્યો છે. આજે સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી પણ છે.રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૯૮ તાલુકામાં વરસાદ પડ્યો છે. રાજ્યમાં સૌથી વધારે કોડિનારમાં ૬ ઇંચ વરસાદ ખાબક્યો છે. લખતરમાં ૩.૫ ઇંચ, જાફરાબાદમાં ૩.૫ ઇંચ, વડિયામાં પોણા ૩ ઇંચ, વ્યારામાં ૨.૫ ઇંચ વરસ્યો છે. જ્યારે બાબરામાં ૨.૫ ઇંચ, તાલાલામાં ૨.૫ ઇંચ, ડભોઈમાં ૨.૫ ઇંચ, બાવળામાં ૨.૫ ઇંચ, ડેડિયાપાડામાં સવા ૨ ઇંચ અને વાંકાનેરમાં સવા ૨ ઇંચ વરસાદ થયો છે. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં મૂશળધાર વરસાદ વરસ્યો છે. વરસાદની તોફાની બેટીંગ રાજ્યના સૌરાષ્ટ્રમાં શરૂ છે. સવારે ૬.૦૦ વાગ્યાથી રાજ્યનાં સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના થઇ ટોટલ રાજ્યના ૯૮ તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે વરસાદ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં નોંધાયો છે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં સવારે ૬.૦૦થી ૮.૦૦માં ૪૦ એમ.એમ. વરસાદ નોંધાયો છે.
સવારે ૬થી૮ વાગ્યા સુધીમાં નોંધાયેલા રાજ્યના આંકડા મુજબ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં ૪૦ એમ.એમ. અમરેલીના ધારીમાં ૩૯ એમ.એમ. ખાંભામાં ૩૭ એમ.એમ., જૂનાગઢના મેદરડામાં ૧૮ એમ.એમ. ભાવનગરના મહુવામાં ૧૫ એમ.એમ. જાફરાબાદમાં ૧૩ એમ.એમ. બોટાદના રાણપુરમાં ૧૩ એમ.એમ. જૂનાગઢના માંગરોળમાં ૧૦ એમ.એમ. બોટાદ શહેરમાં ૯ એમ.એમ, ગીરગઢડામાં ૯ એમ.એમ, વરસાદ નોંધાયા છએ. તો ૨૬ તાલુકામાં ૧થી૮ એમ.એમ. જેટલો વરસાદ નોંધાયો છે. આ વરસાદમાં સુરતના કામરજે, નવસારી શહેર અને સુરતના ઓલપાડ, નવસારીના જલાલપોર, અને વલસાડ શહેરમાં પણ વરસાદ નોંધાયો છે. આ પાંચ તાલુકાને બાદ કરતા બાકીના ૩૨ તાલુકા સૌરાષ્ટ્રના છે. આમ દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રને મેઘરાજા ધમરોળી રહ્યા છે.
૨૪ કલાકમાં જૂનાગઢના માળીયામાં ૫ ઇંચદરમિયાન રાજ્યમાં સવારે ૬.૦૦ વાગ્યા સુધીના નોંધાયેલા ડેટા મુજબ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢા માળિયામાં નોંધાયો છે. માળિયામાં ૨૪ કલાકમાં ૧૨૧ એમએમ વરસાદ નોંધાયો છે જ્યારે કલ્યાણપુરમાં ૪.૧ ઇંચ વરસાદ નોંધાયો છે. તો ગીરસોમનાથના તાલાલામાં ૭૧ એમ.એમ. વરસાદ નોંધાયો છે. રાજકોટના જામકંડોરણામાં ૬૮ એમ.એમ. ગીરસોમનાથના કોડિનારમાં ૬૬ એમ.એમ. વલસાડમાં ૬૪ એમ.એમ. અને વેરવાલમાં ૬૩ એમ.એમ વરસાદ નોંધાયો છે. સવારે ૬.૦૦ વાગ્યા સુધી ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૯૪ તાલુકામાં વરસાદ નોંધાયો છે.