આણંદ : જિલ્લામાં કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધતો જાય છે, ત્યારે રાજ્યમાં કેટલાક નેતાઓ પણ આની ઝપેટમાં આવી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાન અને પેટલાદ વિધાનસભાના ધારાસભ્ય નિરંજનભાઈ પટેલનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવેલ છે, જેને લઈ ખળભળાટ મચી જવા પામેલ છે. જેઓને અમદાવાદ ખાતે સારવારઅર્થે ખસેડવામાં આવેલ છે. જે બાદ આરોગ્ય ટીમ દ્વારા સેનેટાઈઝ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
રાજ્યમાં ઘણા બધા રાજકીય નેતાઓ પણ કોરોનાની અડફેટે ચઢી ચૂક્યા છે… જોકે ભરતસિંહ સોલંકી સિવાય આ તમામ નેતાઓ કોરોનાને મ્હાત આપીને સાજા થઈ ગયા છે…
ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે કાળો કહેર મચાવ્યો છે. ત્યારે રાજ્યમાં ઘણા બધા રાજકીય નેતાઓ પણ કોરોનાની અડફેટે ચઢી ચૂક્યા છે. આ પહેલા ઈમરાન ખેડાવાલા(ધારાસભ્ય, કોંગ્રેસ), જગદીશ પંચાલ(ધારાસભ્ય, ભાજપ), કિશોર ચૌહાણ (ધારાસભ્ય, ભાજપ), બલરામ થાવાણી (ધારાસભ્ય, ભાજપ), પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી પણ કોરોનાગ્રસ્ત થયા હતા. જો કે આ ભરતસિંહ સોલંકી સિવાય આ તમામ નેતાઓ કોરોનાને મ્હાત આપીને સાજા થઈ ગયા છે.