કુલ સંક્રમિતોનો આંકડો ૩૯ લાખની નજીક, મૃત્યુઆંક ૧.૪૩ લાખને પાર…
USA : કોરોના વાયરસના આંકડામાં સતત વધારો થઈ રહ્યો છે જેમાં અમેરિકામાં કોરોનાની અસર સૌથી વધારે જોવા મળી રહી છે. અહીં રવિવારે વધુ ૮૪,૦૩૩ નવા કેસ નોંધાયા છે. અમેરિકામાં કોરોનાથી સંક્રમિતોની કુલ સંખ્યા ૩૮,૯૮,૫૫૦ પર પહોંચી ગઈ છે, જ્યારે અહીં ૧,૪૩,૨૯ લોકોના મોત થઈ ગયા છે.
રાહતની વાત કરીએ તો અમેરિકામાં અત્યાર સુધીમાં ૧૮,૦૨,૩૩૮ લોકો સ્વસ્થ થઈને પોતાના ઘરે પરત ફર્યા છે.
અમેરિકામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૧૯,૫૨,૯૨૩ થઈ ગઈ છે, જ્યારે કોરોના ક્રિટિકલ કેસની સંખ્યા ૧૬,૫૫૨ છે. અમેરિકામાં અત્યાર સુધીમાં ૪૮,૩૪૧,૭૩૫ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
અમેરિકાની ૩૩ કરોડની વસ્તીમાં જૂન મહિનાના અંત સુધીમાં કોરોનાના કેસમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. એક રિપોર્ટ મુજબ અઠવાડિયામાં કોરોના વાયરસના કારણે ૫,૦૦૦ લોકોના મોત થઈ રહ્યા છે. એવી પણ ચેતવણી આપવામાં આવી છે કે જો અમેરિકામાં લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન કરવામાં નહીં આવે તો દરરોજ કોરોના વાયરસના કારણે ૧ લાખ દર્દીઓ સામે આવી શકે છે.
અગ્નિદાહમાં મૃતદેહ ઊંચા તાપમાને બળે છે જે બાદ રખ્યા તેમના પરિવારજનોને સોંપવામાં આવે છે. મૃતકના શરીરને દાટતા પહેલા તેના પર લેપ લગાવવાની જરુર હોય છે. ડબલ્યુએચઓ દ્વારા તેના પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે મૃતક વ્યક્તિના શરીર પર પીપીઇ કીટ પહેરીને પણ લેપ લગાવવાની કોશિશ ના કરવી જોઈએ. તેના કારણે પરિવારની અન્ય વ્યક્તિ પર જોખમ રહેલું હોય છે.
- Nilesh Patel