Cyclone Faniને કારણે બંગાળની ખાડીથી જોડાયેલા રાજ્યોમાં કેટલીય જગ્યાએ ભયંકર વીડિયો સામે આવ્યો છે. શુક્રવારના રોજ તોફાનની સૌથી વધુ અસર ઓરિસ્સામાં જોવા મળી હતી. મૌસમ વિભાગના જણાવ્યાનુસાર ઓરિસ્સાની સાથે-સાથે આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં પણ તોફાનની અસર જોવા મળી હતી. ઓરિસ્સા અને આંધ્ર પ્રદેશના મોટા ભાગના કિનારાના શહેરોમાં જબરદસ્ત વરસાદ થઇ રહ્યો છે, ત્યારે મોડી સાંજે તોફાન પશ્ચિમ બંગાળ સુધી પહોંચવાની આશંકા છે. Cyclone Faniની કેવી અસર થઇ છે, તે આપણે આ 5 વીડિયોમાં જોઇ શકીએ છીએ.