Charotar Sandesh
ઈન્ડિયા

હાહાકાર : પંજાબમાં ઝેરી દારૂ પીવાના કારણે ૨૧ લોકોના મોત

મુખ્યમંત્રીએ એસઆઇટીની રચના કરી કડક તપાસના આદેશ આપ્યા…

ચંડીગઢ : પંજાબનાં અમૃતસર, બટાલા અને તરનતારનમાં ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધી ૨૧ લોકોનાં મોત થઈ ચુક્યા છે. પોલીસે ઝેરી દારૂ બનાવનારાઓની ધરપકડ કરી છે. આ સાથે જ પોલીસ સ્ટેશન તરસિક્કનાં એસએચઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ મામલે એસઆઈટી બનાવવામાં આવી છે જે સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. આ ઘટના વિશે જાણકારી આપતા ડીજીપી દિનકર ગુપ્તાએ કહ્યું કે, પહેલા ૫ મોત ૨૯ જૂનની રાતનાં અમૃતસર ગ્રામિણનાં પોલીસ સ્ટેશન તરસિક્કમાં મુચ્છલ અને તંગ્રાથી થયા હતા.
૩૦ જુલાઈની સાંજે મુચ્છલમાં સંદિગ્ધ પરિસ્થિતિઓમાં વધુ ૨ લોકોનાં મોત થયા હતા, જ્યારે એક વ્યક્તિને ગંભીર હાલતમાં હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ ૨ મોત મુચ્છલમાં થઈ, જ્યારે ૨ લોકોનાં મોત બટાલા શહેરમાં થયા. આજે ફરી બટાલામાં ૫ લોકોનાં મોત થયા છે. એટલે કે બટાલામાં ઝેરી દારૂ પીવાથી ૭ લોકોનાં મોત થયા છે. આ ઉપરાંત તરનતારનમાં ૪ લોકોનાં મોત થયા છે. આ મામલે મુખ્યમંત્રી અમરિંદર સિંહે મેજિસ્ટ્રિયલ તપાસનાં આદેશ આપ્યા છે. આની તપાસ જ જાલંધરનાં ડિવિઝનલ કમિશ્નરને સોંપવામાં આવી છે.
મુખ્યમંત્રીએ ડિવિઝનલ કમિશ્નરને છૂટ આપી છે કે તેઓ કોઈ પોલીસ ઑફિસર અથવા નિષ્ણાતની તપાસમાં મદદ લઇ શકે છે. સીએમ અમરિંદરે કહ્યું કે તપાસમાં દોષી સાબિત થનારાઓ વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. ઝેરી દારૂનાં મામલે પોલીસે એક મહિલાની ધરપકડ કરી છે. આ ઘટનાને જોતા મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પોલીસને નિર્દેશ આપ્યા છે કે તેઓ રાજ્યમાં કોઈપણ પ્રકારનો દારૂ બનાવનારી યૂનિટ પર ગાળિયો કસવા માટે સર્ચ ઑપરેશન ચાલું કરે.
પોલીસે બલવિંદર કૌરની ધરપકડ કરી છે. એસએસપી અમૃતસર-ગ્રામિણ દ્વારા ગઠિત વિશેષ તપાસ દળ (એસઆઈટી)ની તપાસ ચાલી રહી છે. પોલીસે કહ્યું છે કે ૪ વ્યક્તિઓ (જસવિંદર સિંહ, કશ્મીર સિંહ, કૃપાલ સિંહ અને જસવંત સિંહ)નું આજે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.

Related posts

આગામી વર્ષે બુસ્ટર ડોઝની જરૂર પડી શકે : એઈમ્સ ડીરેક્ટર ગુલેરિયા

Charotar Sandesh

બે મેઈડ ઈન ઈન્ડિયા વેક્સિન નવા વર્ષની સૌથી મોટી ઉપલલ્ધિ : વડાપ્રધાન મોદી

Charotar Sandesh

ઉત્તરાખંડ આપત્તિ : વડાપ્રધાન-ગૃહમંત્રીની સતત દેખરેખ…

Charotar Sandesh