Charotar Sandesh
ઈન્ડિયા

મોદી સરકારને ઝટકો : જુલાઇમાં જીએસટી કલેક્શન ઘટી ૮૭,૪૨૨ કરોડે પહોંચ્યુ…

જૂનમાં જીએસટીથી સરકારને ૯૦૯૧૭ની આવક થઇ હતી…

ન્યુ દિલ્હી : કોરોના કટોકટી અને લોકડાઉનના લીધે સર્જાયેલી પરિસ્થિતિથી ગુડ્‌સ અને સર્વિસ ટેક્સ પેટે સરકારની કમાણી સતત ઘટી રહી છે જેના કારણ સરકાર સામે આર્થિક સંકટ ઉભું થવાની ચિંતા છે. આજે રેવન્યૂ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ જુલાઇ મહિનામાં જીએસટી ક્લેક્શન ઘટીને રૂ. ૮૭,૪૨૨ કરોડ રહ્યુ છે જે જૂનમાં થયેલી રૂ. ૯૦,૯૧૭ કરોડની આવક કરતા ઓછું છે. જ્યારે વર્ષ પૂર્વે જુલાઇ ૨૦૧૯માં જીએસટી ક્લેક્શન રૂ. ૧.૦૨ લાખ કરોડ રહ્યુ હતુ.
રેવન્યૂ વિભાગના આંકડા મુજબ સરકારે જીએસટી પેટે કૂલ રૂ. ૮૭,૪૨૨ કરોડની કમાણી થઇ છે. જેમાંથી સેન્ટ્રલ જીએસટી (સીજીએસટી) પેટે રૂ. ૧૬,૧૪૭ કરોડ અને સ્ટેટ જીએસટી (એસજીએસટી) પેટે રૂ. ૨૧,૪૧૮ કરોડ, આઇજીએસટી હેઠળ રૂ. ૪૨,૫૯૨ કરોડ (જેમાં રૂ. ૨૦,૩૨૪ કરોડ ગુડ્‌સની આયાતમાંથી પ્રાપ્ત થયા) અને કોમ્પનસેશન સેશ પેટે રૂ. ૭૨૬૫ કરોડ પ્રાપ્ત થયા છે.
ૈંય્જી્‌ ના નિયમિત સેટલમેન્ટથી સરકારને ૨૩,૩૨૦ કરોડ રૂપિયાનું સીજીએસટી અને ૧૮,૮૩૮ કરોડ રૂપિયાના આઇજીએસટી સેટલ કરવામાં આવ્યા છે. જુલાઇ મહિનામાં કેન્દ્ર અને રાજ્ય સરકારોને પ્રાપ્ત થયેલી કુલ જીએસટી આવક અનુક્રમે ૩૯,૪૬૭ કરોડ રૂપિયા અને ૪૦,૨૫૬ કરોડ રૂપિયા રહી છે..
જુલાઇ મહિનામાં જીએસટી કલેક્શન પાછલા વર્ષના સમાન મહિનાની તુલનાએ ૧૪ ટકા ઘટી છે. આવી રીતે ગુડ્‌સથી થનાર જીએસટી કમાણી ૮૪ ટકા અને ડોમેસ્ટિક ટ્રાન્ઝેક્શનથી થનાર આવક ૯૬ ટકા છે.

Related posts

કોરોનાએ મચાવ્યો હાહાકાર, ૨૪ કલાકમાં ૯૨ હજાર કરતા વધુ નવા દર્દીઓ…

Charotar Sandesh

યુપી : પત્રકાર વિક્રમ જોશીની જાહેરમાં ગોળી મારી હત્યા, પોલીસે નવ લોકોની ધરપકડ કરી…

Charotar Sandesh

જમ્મૂ-કાશ્મીરમાં ત્રણ આતંકી હુમલા : ૪ આતંકી ઠાર, ૧ જવાન શહિદ

Charotar Sandesh