મુંબઈ : બોલિવૂડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતના આત્મ હત્યા બાદ પહેલી વાર એમ બન્યું છે કે એક જ કેસમાં મુંબઈ અને બિહાર પોલીસ તપાસ ચલાવી રહી છે. આ મામલે બોલિવૂડની હસ્તીઓ અને રાજકારણીઓ પણ પોતાના નિવેદન કરી રહ્યા છે. એક્ટર શેખર સુમને પણ આ અંગે સીબીઆઈ તપાસની સતત માગણી કરી છે. સુશાંતને ન્યાય મળે તે માટે મુંબઈ પોલીસ છેક પટણા જઈ આવી છે તો બિહાર પોલીસ પટણાથી મુંબઈ આવીને તપાસ કરી રહી છે.
હવે શેખર સુમને એક નવી ટિ્વટ કરીને મોટું નિવેદન જારી કરી દીધું છે. તેમને લાગી રહ્યું છે કે સુશાંતના કેસમાં રિયાને બલિનો બકરો બનાવવામાં આવી રહી છે. તેઓ માને છે કે રિયા તો દોષિત છે પરંતુ તેની આડશમાં કોઊઈ માસ્ટરમાઇન્ડ કામ કરી રહ્યો છે અને તેને છૂપાવવા માટે રિયાને આગળ ધરવામાં આવી રહી છે.
સુશાંતના કેસમાં જાણી જોઇને નેરેટિવ બદલવામાં આવી રહ્યા છે.આ કેસમાં અસલી ગુનેગારને મોટી ઓળખાણ હોવાને કારણે દૂર રખાયો છે અને તે ફરાર છે. તમામને ફરીથી પૂછપરછ માટે બોલાવવા જોઇએ અને તેની ધરપકડ થવી જોઇએ.