બનાસકાંઠા : રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે. જ્યારે આ મહામારીને નાથવા માટે ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે. ત્યારે બનાસકાંઠાના દાંતા ખાતે ડેપ્યુટી સીએમ નીતિન પટેલના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડયા હતા. ઉલ્લેખનીય છે કે રાજ્યના ડેપ્યુટી સીએમ નીતિન પટેલ લોકાર્પણના કાર્યક્રમમાં દાંતા ખાતે આવ્યા હતા. જ્યાં સોશિયલ ડીસ્ટન્સના લીરે લીરા ઉડયા હતા. જેમાં જિલ્લા કલેકટર અને એસ.પીની હાજરીમાં જ ગાઇડલાઇનનો છડેચોક ભંગ થતો જોવા મળ્યો હતો. આ નિયમાનો અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારાજ ભંગ થતો જોવા મળ્યો હતો. જેમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું નહોતું.