Charotar Sandesh
ઈન્ડિયા

રામ જન્મભૂમિ ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ કોરોના પોઝિટિવ…

અયોધ્યા : રામ જન્મભૂમિ ટ્રસ્ટનાં પ્રમુખ નૃત્ય ગોપાલદાસ કોરોના પોઝિટિવ, ભૂમિ પૂજન સમયે વડાપ્રધાન સાથે સ્ટેજ પર હતા.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ કોરના પોઝિટિવ આવ્યા છે. નૃત્ય ગોપાલ દાસને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. આ સાથે તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેમને ઓક્સિજન લગાવવામાં આવ્યો છે. નૃત્ય ગોપાલ દાસ મથુરામાં છે આગરાના સીએમઓ અને તમામ ડૉકટર તેમની સારવારમાં લાગેલા છે.
આ દરિયાન યોગી આદિત્યનાથે મહંત નૃત્ય ગોપાલ દાસ, તેમના સમર્થકો અને મથુકાના જિલ્લાધિકારીઓ સાથે વાત કરી છે. સાથે સીએમ યોગીએ મેદાંતા હોસ્પિટલના ડૉકટર નરેશ ત્રેહાન સાથે વાત કરી છે અને મહંત નૃત્ય ગોપાલદાસને ગુરુગ્રામ સ્થિત મેદાંત હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે નૃત્ય ગોપાલ દાસ દર શ્રી કૃષ્ણ જન્માષ્મી પર મથુરાના પ્રવાસે આવે છે. મથુરા યાત્રા દરમિયાન તેમની તબિયત બગડી હતી. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. આ બાદ તેમનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જે પોઝિટિવ આવ્યો છે.

Related posts

હડતાળ : દેશભરની સરકારી બેંકોમાં વ્યવહાર ઠપ્પ : બેંકો હવે સોમવારે જ ખુલશે…

Charotar Sandesh

મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાને બહુમતી, સત્તામાં વાપસી : હરિયાણામાં કાંટે કી ટક્કર…

Charotar Sandesh

સત્તામાં આવતાં જ કોંગ્રેસ ત્રણે નવા કૃષિ કાયદાને કચરાપેટીમાં નાંખશેઃ રાહુલ ગાંધી

Charotar Sandesh