Charotar Sandesh
ઈન્ડિયા

વીડિયોઃ દિલ્હીમાં ફિલ્મી અંદાજમાં બાઈક પર કિસ કરતા કપલનો વીડિયો વાયરલ

દેશની રાજધાની દિલ્હીના રસ્તા પર એક કપલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં છોકરો અને છોકરી એકબીજાને બાઈક પર હગ અને કિસ કરતા દેખાઈ રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે, છોકરો બાઈક ચલાવી રહ્યો હતો, જ્યારે છોકરી આગળ ટાંકી પર બેસીને છોકરાને હગ કરીને તેને કિસ કરતી દેખાઈ હતી. યુવા કપલની આ ગતિવિધિના 18 સેકન્ડના વીડિયોને દિલ્હીના IPS એચ. જી. એસ. ધાલીવાલે શેર કર્યો હતો.

તેમણે ટ્વિટ કરીને લખ્યું છે કે, મોટર વ્હિકલ એક્ટમાં નવા સેક્શનની જરૂર છે. ત્યારબાદ આ વીડિયો ઝડપથી વાયરલ થઈ ગયો. આ વીડિયોમાં કપલ બાઈક સ્ટંટ કરતું દેખાઈ રહ્યું છે. વીડિયોમાં કપલનો ચહેરો અને બાઈકનો નંબર નથી દેખાઈ રહ્યા.

આ મામલો રાજૌરી ગાર્ડન ક્રોસિંગનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પોલીસ વીડિયોની તપાસ કરી રહી છે. DCP (પશ્ચિમ) મોનિકા ભારદ્વાજે અપીલ કરી છે કે, વીડિયો શૂટ કરનાર વ્યક્તિ તેમને આવીને મળી અને આ મામલા અંગે વધુ જાણકારી આપે. પોલીસના જણાવ્યા અનુસાર, હાલ મામલો IPCના સેક્શન 279 (ખતરનાક ડ્રાયવિંગ)નો બને છે.

Related posts

સતત બીજા દિવસે પણ રેકોર્ડબ્રેક ૫૦૦૦થી વધુ પોઝિટિવ કેસ : આંકડો ૧ લાખની નજીક…

Charotar Sandesh

કોરોના મહાસંક્ટ : દેશમાં ૨૪ કલાકમાં સૌથી વધુ ૨૮,૬૩૭ કેસ, ૫૫૧ના મોત…

Charotar Sandesh

નિગમોનું ખાનગીકરણ અને ઇલેકટોરલ બોન્ડના મામલે સંસદમાં ધાંધલ-ધમાલ…

Charotar Sandesh