વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર દેશના ગરીબોની પરવાહ ન કરવાનો આરોપ લગાવતા શુક્રવારે કહ્યું હતું કે, ભારત હવે સાંપ નોળિયાનો દેશ નથી રહ્યો, પરંતુ હવે તે સ્નેકથી આગળ વધીને માઉસ પકડીને આગળ વધી રહ્યો છે. અહીં ચૂંટણી રેલીને સંબોધિત કરતા PM મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસે ગરીબોના જીવવની ક્યારેય ચિંતા જ નથી કરી. તે લોકો માત્ર ગરીબીનો તમાશો બનાવવાનું જાણે છે.
તેમણે કહ્યું હતું કે, એક સમય હતો, જ્યારે કોંગ્રેસના નામદાર વિદેશી મહેમાનોની સામે સાપ-નોળિયાને નચાવીને ખુશ થતા હતા. તમે ફોટો જોયો છે… દેશના પહેલા વડાપ્રધાન પોતાના ઘરની બહાર મહેમાનોને શું બતાવી રહ્યા હતા… આખી દુનિયા આ જોઈને કહેતી હતી કે ભારત તો માત્ર સાપ-નોળિયા, સાપ-સપેરાનો દેશ છે. આઝાદી બાદ ભારતની તે સમયની જે છબી બનાવવામાં આવી હતી કે દશકો સુધી એવી જ બની રહી.
તેમણે કહ્યું, દુનિયાના મોટા-મોટા દેશ એવું જ સમજતા હતા કે ભારત એટલે સાંપ-સપેરાનો દેશ… હવે આજથી નામદાર પરિવારની ચોથી પેઢી પણ આ જ કામ કરી રહી છે. તેઓ એ ભૂલી રહ્યા છે કે ભારત હવે સ્નેકથી આગળ વધીને માઉસ પકડીને આગળ વધી રહ્યો છે. તેઓ એ ભૂલી રહ્યા છે કે, હવે આપણા દેશના નવયુવાનો કમ્પ્યુટરનું માઉસ ચલાવી રહ્યા છે. આપણા દેશના 20-21 વર્ષના યુવાઓએ IT ક્ષેત્રમાં નામ કમાઈને આપણા દેશની છબી બદલી નાંખી છે.
PM મોદીએ વધુમાં કહ્યું હતું કે, દેશને યોગ્ય દિશા આપવા માટે, દેશનો ઝડપી ગતિએ વિકાસ કરવા માટે મજબૂત સરકાર ખૂબ જ જરૂરી હોય છે. તેમણે કહ્યું, વર્ષો સુધી કોંગ્રેસ અને તેમના સાથી એ લોકોની સંપત્તિઓ પર મહેરબાન રહ્યા જે લોકો ભાગલા સમયે પાકિસ્તાન ચાલ્યા ગયા હતા. આઝાદ ભારતે આ સંપત્તિઓ પર કબ્જો કરવો જોઈતો હતો, પરંતુ આ કોંગ્રેસ અને તેની મહામિલાવટી ટીમ વોટ બેંકના ચક્કરમાં દુશ્મનોની સંપત્તિને જપ્ત કરવાનું ટાળતી રહી.