Charotar Sandesh
સ્પોર્ટ્સ

રૈના આઈપીએલથી હટતાં જ શેન વોટ્‌સને શેર કર્યો ભાવુક સંદેશ

ન્યુ દિલ્હી : આઈપીએલ ૨૦૨૦થી સુરેશ રૈનાના હટી જવાને કારણે તેના સાથી ખેલાડીઓ નિરાશ છે. ચેન્નાઈ સુપર કિંગ્સના બેટ્‌સમેન શેન વોટ્‌સને રૈના માટે એક ભાવુક સંદેશ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે. વોટસને કહ્યું કે, ખરાબ સમાચારની સાથે મારી ઊંઘ ઉડી. સુરેશ રૈના પોતાના અંગત કારણોસર આઈપીએલમાંથી બહાર નીકળવાનો નિર્ણય કર્યો હતો. અને સ્વદેશ પરત ફર્યો હતો. ઓસ્ટ્રેલિયન ક્રિકેટર શેન વોટસને ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને કહ્યું કે, સીએસકેમાં તને અમે બધા મિસ કરીશું. તું આ ટીમ સાથે શરૂઆતથી જ છે. તું સીએસકેના દિલની ધડકન છે. પણ હાલ સૌથી જરૂરી એ છે કે તું ઠીક રહે.
આશા રાખું છું કે દોસ્ત તારી સાથે બધું ઠીક થશે. રૈનાએ આઈપીએલમાંથી હટવા અંગે ફ્રેન્ચાઈઝીને શનિવારે ટ્‌વીટ કરીને જાણકારી આપી હતી. સીએસકેના સીઈઓ કાશી વિશ્વનાથને ટ્‌વીટ કરીને આ માહિતી આપી હતી. રૈના જતો રહેતાં સીએસકેના માલિક એન. શ્રીનિવાસને પણ રૈના ઉપર ભડાશ કાઢી હતી. અને કહ્યું હતું કે તેના માથા પર સફળતા ચઢી ગઈ છે. અને હોટેલમાં રૂમના વિવાદ અને ધોની સાથેના વિવાદને કારણે રૈના જતો રહ્યો હોવાની વાતની પણ પુષ્ટિ કરી હતી.

Related posts

૨૫ ટેસ્ટ સદી પૂરી કરવાના મામલામાં સ્મિથે કોહલીને પાછળ છોડ્યો…

Charotar Sandesh

યુઝવેન્દ્ર ચહલ અને યુવરાજ સિંહ વચ્ચે જામ્યું ટ્‌વીટર યુદ્ધ…

Charotar Sandesh

ભાજપ સાંસદ ગૌતમ ગંભીરને કાશ્મીરથી મારી નાખવાની ધમકી આપવામાં આવી

Charotar Sandesh