Charotar Sandesh
વર્લ્ડ

યુએસ-ભારતની ત્રીજી ’લીડરશીપ સમિટ’ નું સંબોધન કરશે વડાપ્રધાન મોદી…

USA : યુએસઆઈએસપીએફનો વાર્ષિક કાર્યક્રમ શરૂ છે. આ આગાઉ એમેરિકાના ઉપરાષ્ટ્રપતિ દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું. જોકે વિદેશ પ્રધાન એસ જયશંકરે પણ ચર્ચામાં ભાગ લીધો હતો. જે બાદ હવે વડાપ્રધાન મોદી સંમેલનના ત્રીજા લીડરશિપ સમિટને સંબોધિત કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે યુએસ-ભારત સ્ટ્રેટેજિક એન્ડ પાર્ટનરશીપ ફોરમની ત્રીજી ’લીડરશીપ સમિટ’ નું સંબોધન કરશે.

યુએસઆઈએસપીએફ ના પ્રમુખ મુકેશ અધીએ કહ્યું કે, ’અમે સમ્માનિત અનુભવ કરી રહ્યા છીએ કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુએસઆઈએસપીએફના વાર્ષિક કાર્યક્રમને સંબોધવા માટે સમય આપ્યો. આ વર્તમાન પડકારરૂપ વાતાવરણમાં યુએસ-ભારત સંબંધોનું મહત્વ દર્શાવે છે. તેમણે કહ્યું કે, આ બંને દેશો માટે લાભદાયક ભાગીદારી છે, જે ભૌતિક-રાજકીય, વ્યવસાયિક, સાંસ્કૃતિક, રાજદ્વારી અને વૈજ્ઞાનિક ભાગીદારી પર પરસ્પર આધારિત છે.યુએસ વાઇસ પ્રેસિડેન્ટ માઇક પેન્સે એક અઠવાડિયા ચાલનાર કોન્ફરન્સના પહેલા દિવસે સંબોધન કર્યું હતું. મંગળવારે ચર્ચામાં વિદેશ પ્રધાન એસ જયશંકરે પણ ભાગ લીધો હતો.

  • Nilesh Patel

Related posts

અમેરિકામાં 24 કલાકમાં 48 હજાર કેસ નોંધાયા, બ્રાઝીલમાં અત્યાર સુધીમાં 60 હજાર લોકોના મોત…

Charotar Sandesh

દુનિયાભરમાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨.૧૪ લાખ કેસ, ૪૯૯૬ લોકોનાં મોત…

Charotar Sandesh

કોરોનાનો કહેરઃ અમેરિકામાં એક જ દિવસમાં ૭૭૦ લોકોના મોત થયા…

Charotar Sandesh