Charotar Sandesh
ગુજરાત

સરકારના કર્મચારીઓને ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી નહીં મળે મોંઘવારી ભથ્થું…

સુરત : ગુજરાત સરકારના કર્મચારીઓને ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી મોંઘવારી ભથ્થું મળશે નહીં. સામાન્ય વહીવટ વિભાગ જીએડીના ઠરાવમાં ૧લી જુલાઈ ૨૦૨૦થી એક વર્ષ માટે વયનિવૃતિ બાદ કરાર આધારિ નિમણૂક પામેલા અને પામતા અધિકારી-કર્મચારીઓના પગારમાં ૩૦ ટકા પગારકાપનો અમલ કરવા આદેશ કર્યો છે.

એટલું જ નહીં, ગુજરાત સરકાર, પંચાયત સેવાના કર્મચારી, અધિકારીઓને ૧લી જાન્યુઆરી ૨૦૨૦થી ચૂકવવાપાત્ર થતું મોંઘવારી ભથ્થું ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી ન ચૂકવવાનો નિર્ણય પણ કર્યાનું અધિક સચિવ જ્વલંત ત્રિવેદીની સહીથી શનિવારે પ્રસિદ્ધ ઠરાવમાં સ્પષ્ટ થયું છે. ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને કારણે રાજ્ય સરકારે ધારાસભ્યો, મંત્રીઓ, વિપક્ષના નેતા અને વિધાનસભાના અધ્યક્ષના પગારમાં પણ એક વર્ષ માટે એટલે કે માર્ચ ૨૦૨૧ સુધી ૩૦ ટકા પગારકાપનો નિર્ણય કર્યો છે. આ અંગે સરકારે એપ્રિલમાં વટહૂકમ બહાર પાડી તેનું અમલીકરણ કર્યું છે. અને આગામી વિધાનસભા સત્રમાં આ અંગે વિધેયક પણ લાવવામાં આવશે.

કોરોના મહામારીને કારણે લાગુ કરેલ લોકડાઉનમાં રાજ્યની અર્થવ્યવસ્થા પ્રભાવિત થતાં રાજ્ય સરકાર દ્વારા નાણાકીય ખર્ચમાં કાપ મુકવા માટે અનેક પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે. પણ સરકારી કર્મચારીઓને એક વર્ષ માટે પગારમાં કાપ સહન કરવાનો વારો આવતાં તેઓને આર્થિક નુકસાન પહોંચી શકે છે.

Related posts

30 જૂન સુધી વધારવામાં આવ્યું લોકડાઉન-5 : મોટી છૂટછાટ જાહેર : જાણો શું ખુલશે, શું બંધ રહેશે…

Charotar Sandesh

રૂપાણી સરકારની મહિલાઓને ભેટ : ૧ લાખ સુધીની લૉન ઝીરો ટકા વ્યાજે આપશે…

Charotar Sandesh

માત્ર દંડ વધારવાથી માર્ગ અકસ્માતો ઓછા નહિ થાય, માર્ગોની ડિઝાઇનના સુધારા જરૂરી…

Charotar Sandesh