Charotar Sandesh
ઈન્ડિયા

આતંકીઓનું કાવતરુ નિષ્ફળઃ પુલવામાંથી ૫૨ કિલો વિસ્ફોટ મળી આવ્યો…

પુલવામા : જમ્મુ અને કાશ્મીરમાં પુલવામાં જેવો એક ઘાતક આતંકી હુમલો કરવાના ષડયંત્રને સેનાએ નિષ્ફળ બનાવ્યું. ગુપ્ત બાતમીના આધારે પુલવામાના કરેવા વિસ્તારથી ૫૨ કિલો વિસ્ફોટક અને ૫૦ ડેટોનેટર મળી આવ્યાં છે. જેના દ્વારા કાશ્મીરમાં ફરીથી એકવાર સુરક્ષાદળો પર મોટો હુમલો કરવાનું ષડયંત્ર રચાયું હતું તેના પુરાવા મળ્યાં.
સૂત્રોના જણાવ્યાં મુજબ ગુપ્ત સૂચનાના આધારે સેનાની ૪૨મી રાષ્ટ્રીય રાયફલ્સ યુનિટ અને પોલીસે મળીને પુલવામા જિલ્લાના કરેવામાં જોઈન્ટ સર્ચ ઓપરેશન શરૂ કર્યું. હાઈવે પાસે જમીનમાં એક સિન્ટેક્સની ટેન્ક દબાયેલી જોવા મળી. આ ટેન્કને ખોલતા તેમાથી ૫૨ કિલો હાઈ ક્વોલિટી વિસ્ફોટક અને ૫૦ ડેટોનેટર મળી આવ્યાં.
સેનાના સૂત્રોના જણાવ્યાં મુજબ આ વિસ્ફોટકોથી સુરક્ષાદળોના કાફલામાં મોટી તબાહી થઈ શકે તેમ હતી. સુરક્ષાદળો હવે આ વિસ્ફોટકોને છૂપાવનારા આતંકીઓને શોધી રહ્યા છે.

Related posts

મમતા બેનર્જીનું મોટું એલાન : પ.બંગાળમાં તમામને ફ્રીમાં કોરોના રસી અપાશે…

Charotar Sandesh

૧લી એપ્રિલથી ટ્રાફિક નિયમો વધુ કડક બનશે : કેન્દ્ર સરકાર

Charotar Sandesh

હોળી પહેલાં લોકોને રાહત : રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં ૫૩ રૂ.નો ઘટાડો…

Charotar Sandesh