Charotar Sandesh
બોલિવૂડ

કંગનાની ઓફિસ તોડવાનો કેસઃ બીએમસીએ હાઇકોર્ટમાં કહ્યું- એક્ટ્રેસને દંડ ફટકારવો જોઈએ…

મુંબઈ : એક્ટ્રેસ કંગના રનૌતના પાલી હિલ્સ સ્થિત ઓફિસ તોડવાના કેસમાં બીએમસીએ શુક્રવારે હાઇકોર્ટેમાં એફિડેવિટ ફાઈલ કરી દીધું છે. આમાં દાવો કર્યો છે કે એક્ટ્રેસે ફાઈલ કરેલી યાચિકા લીગલ પ્રોસેસનો દુરુપયોગ છે અને યાચિકા નકારીને તેને દંડ પણ ફટકારવો જોઈએ. આ પહેલાં ૧૪ સપ્ટેમ્બરે કંગનાએ આ બાબતે તેનો જવાબ રજૂ કર્યો હતો. કેસની આગામી સુનાવણી ૨૨ સપ્ટેમ્બરે થશે. ૯ સપ્ટેમ્બરે પાલી હિલ સ્થિત કંગના રનૌતની ઓફિસ મણિકર્ણિકા ફિલ્મ્સના ઘણા ભાગને બીએમસીએ ગેરકાયદેસર ગણાવીને તોડી પાડ્યા હતા. ત્યારબાદ હાઇકોર્ટમાં કંગના રનૌતે યાચિકા ફાઈલ કરી આ કાર્યવાહીને ગેરકાયદેસર ગણાવી બીએમસી પાસે ૨ કરોડ રૂપિયાનું વળતર માગ્યું છે.
હાઇકોર્ટે એક્ટ્રેસને રાહત આપી બંગલાને યથાસ્થિતિ બનાવવાનો આદેશ આપ્યો હતો, પરંતુ જ્યાં સુધી કોર્ટે કાર્યવાહી પર રોક લગાવી, કંગનાના વકીલનો દાવો છે કે ત્યાં સુધીમાં બંગલાનો ૪૦% હિસ્સો પાડી દેવાયો હતો. તેમાં સોફા, ઝુમ્મર અને એન્ટિક આર્ટ પીસ સહિત ઘણી કિંમતી વસ્તુઓ પણ સામેલ છે. એક્ટ્રેસની યાચિકા અને તેમાં માગવામાં આવેલી રાહત લીગલ પ્રોસેસનો દુરૂપયોગ કરે છે. માટે આ યાચિકા પર વિચાર કરવો ન જોઈએ અને તેને દંડ સાથે નકારી દેવી જોઈએ. બીએમસીએ એફિડેવિટમાં એવું પણ સ્પષ્ટ કર્યું કે તેણે કઈ લીગલ પ્રોસેસ હેઠળ કંગનાની ઓફિસનું ગેરકાયદેસર બાંધકામ તોડ્યું છે.
બીએમસીએ હાઇકોર્ટમાં ફાઈલ કરેલા એફિડેવિટમાં જણાવ્યું કે એક્ટ્રેસ કંગના રનૌતના ઓફિસ ગ્રાઉન્ડ ફ્લોરના ટોયલેટને ગેરકાયદેસર રીતે રૂમમાં બદલવામાં આવ્યું છે. ગ્રાઉન્ડ ફ્લોરમાં ગેરકાયદેસર કિચનનું નિર્માણ કરવામાં આવ્યું. આ સિવાય પેન્ટ્રી, ટોયલેટ, કેબીન, પૂજા ઘર સહિત ઘણું બાંધકામ ગેરકાયદેસર કરવામાં આવ્યું છે.

Related posts

અભિનવ બિન્દ્રાની બાયો-ફિલ્મમાં અનીલ કપૂર પુત્ર સાથે ચમકશે

Charotar Sandesh

પ્રિયંકા ચોપરાએ માતા સાથે યુકેમાં કોરોના પ્રોટોકોલ તોડતા પહોંચી પોલીસ…

Charotar Sandesh

પોર્નોગ્રાફિક મામલો : શિલ્પ શેટ્ટીનો પતિ રાજકુન્દ્રા ૨૩ જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં

Charotar Sandesh