આંખ મારીને વિશ્વભરમાં જાણીતી બની ગયેલી પ્રિયા વારિયરે ફિલ્મ ‘શ્રીદેવી બંગલો’ના કરાર કરી હિન્દી ફિલ્મ ક્ષેત્રે કદમ માંડ્યાં હતાં. આ એક હિન્દી ફિલ્મ પછી આ અભિનેત્રી હવે બાલિવૂડની બીજી ફિલ્મમાં જાવા મળશે. ફિલ્મનું નામ છે-‘લવ હૅર્ક્સ’. ફિલ્મ ‘શ્રીદેવી બંગલો’ પણ હજુ રિલીઝ થવાની બાકી છે.
બાલિવૂડમાં પહેલી ફિલ્મ રિલીઝ થવાની બાકી હતી ત્યાં જ ૧૯ વર્ષની પ્રિયાએ બીજી ફિલ્મ સાઈન કરીને લોકોને સ્તબ્ધ કરી દીધા છે! તાજેતરમાં એક વાતચીતમાં અભિનેત્રીએ એની બીજી હિન્દી ફિલ્મનું નામ જાહેર કર્યું હતું. એની બીજી ફિલ્મ ‘લવ હૅકર્સ’ ક્રાઈમ થ્રિલર હોવાનું કહેવાયું છે. એનું દિગ્દર્શન મયંક પ્રકાશ શ્રીવાસ્તવ કરશે.