Charotar Sandesh
ઈન્ડિયા

નફરતથી ભરેલાં રાષ્ટ્રવાદની નક્કર ઉપલબ્ધિ, ભારતને ઓવરટેક કરશે બાંગ્લાદેશ : રાહુલ ગાંધી

ન્યુ દિલ્હી : પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશની પ્રતિ વ્યક્તિ કુલ ઘરેલું ઉત્પાદનની ધીમી રફતાર પર નિશાન મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ છ વર્ષના નફરતથી ભરેલાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની નક્કર ઉપલબ્ધિ છે કે આપણો પાડોશી દેશ બાંગ્લાદેશ આ મામલામાં હવે આપણાથી પણ આગળ નીકળવાની તૈયારીમાં છે. રાહુલ ગાંધીએ ટ્‌વીટ કરીને સરકાર પર નિશાન સાધ્યું હતું.
જણાવી દઈએ કે, આ કેલેન્ડર વર્ષમાં બાંગ્લાદેશ પ્રતિ વ્યક્તિ જીડીપીના મામલામાં ભારતને પછાડવાની તૈયારીમાં છે. તેનું મુખ્ય કારણ કોવિડ ૧૯ અને લોકડાઉનને કારણે ભારતીય અર્થવ્યવસ્થા ગંભીર રીતે પ્રભાવિત થઈ છે. આઈએમએફ, વર્લ્ડ ઈકોનોમિક આઉટલુક મુજબ વર્ષ ૨૦૨૦માં બાંગ્લાદેશની પ્રતિ વ્યક્તિ જીડીપી ૪ ટકા વધીને ૧૮૮૮ ડોલર હશે, જ્યારે ભારતની પ્રતિ વ્યક્તિ જીડીપી ૧૦.૫ ટકા ઘટીને ૧૮૭૭ ડોલર રહેવાની ઉમ્મીદ છે,
જે છેલ્લા ચાર વર્ષોમાં સૌથી ઓછી છે. બંને દેશોની જીડીપીનો આ આંકડો હાલની કિંમતો પર આધારિત છે. આઈએમએફ- વર્લ્ડ ઈકોનોમિક આઉટલુકના રિપોર્ટ પ્રમાણે ભારત દક્ષિણ એશિયામાં ત્રીજો સૌથી ગરીબ દેશ બનવાની તરફ આગળ વધી રહ્યો છે. ફક્ત પાકિસ્તાન અને નેપાળની પ્રતિ વ્યક્તિ જીડીપી ભારત કરતાં ઓછી હશે, જ્યારે બાંગ્લાદેશ, ભૂટાન, શ્રીલંકા અને માલદીવ જેવા દેશ ભારતથી આગળ હશે.

Related posts

યુપીમાં જાતિય રમખાણો કરાવવાનું કાવતરું થઇ રહ્યું છે : સીએમ યોગી આદિત્યનાથ

Charotar Sandesh

કોરોના ઈફેક્ટ : શેરબજારમાં ફરી કડાકો, ૫ લાખ કરોડનું ધોવાણ…

Charotar Sandesh

દિલ્હી-હરિયાણા બોર્ડર પર આંદોલનકારી ખેડૂતો અને સ્થાનિકો વચ્ચે હિંસક અથડામણ…

Charotar Sandesh