Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

અમુલએ લોન્ચ કરી દૂધ અને ફ્રુટના ફ્લેવરની નવી પ્રોડક્ટ Seltzer…

ગાંધીનગર : ભારતમાં ડેરી ઉત્પાદકોમાં ફેમસ બ્રાન્ડ અમૂલે નવુ સોડાયુક્ત પીણું લોન્ચ કર્યું છે. ‘TRU SELTZER’ નામે મજેદાર ડ્રિંક લેમન અને ઓરેન્જ બંને ટેસ્ટમાં લોન્ચ કરાયું છે. તેમાં દૂધ ઉપરાંત ફળનો રસ અને કાર્બોનેટેડ ઠંડા પીણામાં વપરાયા ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અમૂલે કહ્યું કે, આ ભારતનું પહેલું સેલ્ટરસ છે. અમૂલ ટ્રુ સેલ્ટરસ હાલ લીંબુ અને નારંગીના બે ટેસ્ટમાં ઉપબલ્ધ છે. આ આમૂલ ટ્રુ સેલ્ટરસના ૨૦૦ મિલીમીટર બોટલની કિંમત ૧૫ રૂપિયા રાખવામાં આવી છે. ઓરેન્જ સેલ્ટરસમાં ૧૦ ટકા સંતરાનો રસ હોય છે.

અમૂલે દાવો કર્યો કે, તેમા કોઈ આર્ટિફિશ્યલ રંગ કે સ્વાદ નથી. માત્ર ૧૦ ટકા ખાંડને અલગથી મિક્સ કરવામાં આવી છે. આ રીતે લેમન સેલ્ટરસમાં ૫ ટકા લીંબુનો રસ અને ૯ ટકા ખાંડ છે. તે તમામ વર્ગના લોકો માટે છે. આ બંને પ્રોડક્ટ હાલ ગુજરાતમાં અવેલેબલ છે. જલ્દી જ સમગ્ર ભારતમાં તેનુ વેચાણ શરૂ કરાશે.

તેના બાદ અમૂલ જલ્દી જ કોલા, જીરા અને એપ્પલ જેવા નવી વેરાયટીના સોલ્ટરસ પણ લોન્ચ કરશે. વિદેશોમાં બહુ જ ફેમસ છે. ખાસ કરીને જર્મનીના એક શહેર નિડરલેસના લોકોએ ૧૭૮૭માં તેને બનાવ્યું હતુ. કાર્બોનેટેડ પાણીને બોટલમાં વેચવામાં આવતું હતું. તેના બાદ અમેરિકનોએ તેને સેલ્ટરસ નામ આપ્યું. ૧૦૦ વર્ષ પહેલા, ૧૯મી શતાબ્દીમાં લોકોની બીમારી દૂર કરવા તાજગીભર્યું અને ટોનિકના રૂપમાં દૂધમાં સેલ્ટરસ મિક્સ કરવાનું શરૂ કરાયું હતું.

Related posts

આણંદ : બંધન બેન્કમાં ૮૯ લાખની લુંટ કરનાર ત્રણ ઈસમોને ઝડપી પાડતી એલસીબી પોલીસ…

Charotar Sandesh

સાંસદ મિતેશભાઈ પટેલના હસ્તે આણંદ ખાતે પ્રગતિ ઓવરશીસનું ઉદ્‌ઘાટન કરાયું

Charotar Sandesh

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને મળનાર આણંદ સાંસદ સહિત ૪ વ્યક્તિઓ સેલ્ફ હોમ ક્વોરન્ટાઈન…

Charotar Sandesh