મુંબઈ : બોલિવૂડ અભિનેત્રી અમૃતા રાવની એક તસવીર ઇન્ટરનેટ પર વાયરલ થઇ હતી. જેમાં તે તેના પતિ આરજે અનમોલની સાથે જોવા મળી રહી હતી. આ ફોટોમાં અમૃતાનો બેબી બંપ સ્પષ્ટ જોવા મળી રહ્યો હતો. આ વાતને એક્ટ્રેસે જાતે તેમના ફેન્સને શેર કરી છે. અમૃતા રાવે ઇન્સ્ટાગ્રામ પર તેમના પતિની સાથે એક તસવીર શરે કરી છે. જેમાં તે બેબી બંપ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.
અમૃતા રાવ ફોટો શેર કરતા લખે છે કે, તમારા માટે આ ૧૦મો મહિનો છે અને અમારા માટે નવમો મહિનો છે. સરપ્રાઇઝ સરપ્રાઇઝ, અનમોલ અને હું પ્રેગ્નેન્સી પીરિયડના નવમાં મહિનામાં છીએ. ફેન્સ સાથે આ ન્યૂઝને શેર કરવાની સાથે હું ઘણી એક્સાઇટેડ છું. મિત્રોનો આભાર માનું છું. તમારી સામે આ ન્યૂઝ મોડા શેર કરવા માટે માફી પરંતુ આ સત્ય છે, બેબી ટૂંક સમયમાં આવવાનો છે. મારા અને અનમોલના પરિવાર માટે આ ઘણી એક્સાઇટિંગ સફર છે. યૂનિવર્સનો આભાર, તમારો આભાર, આ રીતે તમારી દુવાઓ કરતા રહો.