ન્યુ દિલ્હી : કોરોના વાયરસનો સામનો કરવા માટે હાલ ભલે કોઈ દવા કે વેક્સીનને સરકાર તરફથી મંજુરી ના મળી હોય પણ ૩૦ કરોડ લોકોને વેક્સીન આપવાની તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી છે. આમ તો દરેક દેશવાદીઓને કોરોનાથી રક્ષણ આપવા માટે વેક્સીનનો ડોઝ આપવાની યોજના છે પરંતુ સૌથી પહેલા ૩૦ કરોડ લોકોને કોરોનાનો ડોઝ આપવામાં આવશે.
પ્રાથમિકતાના આધારે સૌથી પહેલા હેલ્થ વર્કર્સ, ફ્રંટલાઈન વર્કર્સ અને સીનિયર સિટિઝનને કોરોનાની વેક્સીન આપવાની તૈયારી છે. વેક્સીન માટે નીતિ આયોગ તરફથી આપવામાં આવેલી સલાહ પ્રમાણે, જે રીતે ચૂંટણીમાં પોલિંગ બુથ હોય છે તેવી જ રીતે વેક્સીબ બૂથ બનાવીને લોકો સુધી કોરોનાની વેક્સીન પહોંચાડવામાં આવશે.
કેન્દ્ર સરકાર તરફથી ગઈ કાલે રાજ્યોને સંપૂર્ણ રીતે તૈયાર રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. નીતિ આયોગના સભ્ય વીકે પોલે મુખ્યમંત્રીઓને એક પ્રેઝંટેશન આપતા કહ્યું હતું કે, કોરોના વેક્સીન લગાવવા માટે પોલિંગ બુથની માફક જ ટીમો બનાવવામાં આવશે અને બ્લોક લેવપ પર રણનીતિ તૈયાર કરવામાં આવશે. પોલે ઉમેર્યું હતું કે, સરકારી અને ખાનગી ડોક્ટરોએ આ અભિયાનમાં વિશેષ જવાબદારી આપવામાં આવશે. આ ઉપરાંત જનભાગીદારી માટે પણ પ્રયાસ કરવામાં આવશે અને તેમને યોગ્ય પરિક્ષણ પણ આપવામાં આવશે.
સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે એક પ્રેઝેંટેશનમાં ચાર રાજ્યો દિલ્હી, મહારાષ્ટ્ર, કેરળ અને રાજસ્થાનને તેના માટે તૈયારી કરવાની જરૂર છે. કારણ કે એક સપ્તાહમાં આ રાજ્યો હાઈ પોઝિટિવિટી રેટ અને મોતના આંકડાને લઈને ચિંતાનો વિષય બન્યા છે. આ રાજ્યો પર કેન્દ્ર સરકારનું ખાસ ધ્યાન છે.