Charotar Sandesh
ગુજરાત

મુખ્યમંત્રી નિવાસસ્થાને કોરોનાની દસ્તક, રસોઈયા મહારાજ થયા કોરોના સંક્રમિત…

ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના કહેર ચાલી રહ્યો છે. હવે કોરોનાએ રાજ્યના મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે દસ્તક દીધા છે. મળતી માહિતી પ્રમાણે સીએમ નિવાસસ્થાન ખાતે કામ કરી રહેલા રસોઈયા મહારાજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સંજય મહારાજ નામના રસોઈયા કોરોના સંક્રમિત થયા છે. મહારાજનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેઓને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ મહારાજના પુત્રનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે, જેનો રિપોર્ટ આવવાનો બાકી છે.
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં કોરોનાની સ્થિતિ ગંભીર બની હોવાની ચાડી ખાતી એક તસવીર વાયરલ થઈ છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા તસવીર પ્રમાણે એક જ એમ્બ્યુલન્સમાં ચાર કોરોનાગ્રસ્ત મૃતદેહ લઈ જવામાં આવી રહ્યા છે. બીજી તરફ છેલ્લા ત્રણ દિવસમાં સરકારી ચોપડે ગાંધીનગરમાં કોરોનાથી એક પણ મોત નોંધાયું ન હોવાની માહિતી મળી છે. આ તસવીર વાયરલ થયા બાદ અનેક સવાલો ઊભા થયા છે. આ મામલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તપાસના આદેશ આપ્યા છે.
અમદાવાદમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. વધતા કેસોની સાથે આરોગ્ય તંત્રની ચિંતા પણ વધી છે. આ સમયે ગાંધીનગરની એમ્બ્યુલન્સમાં ચાર મૃતદેહ લઈ જવા મામલે વાયરલ થયેલા ફોટા મામલે આરોગ્ય મંત્રી નીતિન પટેલે તપાસના આદેશ આપ્યા છે. આ સાથે ખોટા સમાચાર વાયરલ કરનારાઓને નોટિસ આપવાની સૂચના પણ તેઓએ આપી છે. ગાંધીનગર ખાતે કોરોનાના કેસની વાત કરવામાં આવે તો અહીં અત્યાર સુધી કુલ ૬,૩૪૭ કેસ નોંધાયા છે. જિલ્લામાં કુલ ૯૯ લોકોનાં મોત થયા છે. ૫,૫૬૬ લોકોને સારવાર બાદ હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

Related posts

ગુજ.હાઉસિંગ બોર્ડના મકાનોના ફોર્મ લેવા અઠવાડિયાથી રોજ હજારો લોકોની લાઈનો…

Charotar Sandesh

હાઇકોર્ટમાં અરજી સાથે માંગ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બેલેટ પેપરથી કરાવવામાં આવે…

Charotar Sandesh

કોરોનામાં લોકડાઉન પછી દાહોદમાં એક પરિવારનાં ૫ લોકોની સામૂહિક આત્મહત્યા, ખળભળાટ મચ્યો…

Charotar Sandesh