Charotar Sandesh
મધ્ય ગુજરાત

હવે વડોદરાના ૧૨૦ હોટસ્પોટ પર માસ્ક વગર ફરનારાઓને થશે દંડ…

સુરત : ગુજરાતના અન્ય શહેરોમાં પણ દિવાળી બાદ કોરોનાના કેસોમા ઉછાળો આવ્યો છે. ત્યારે વડોદરામાં પણ કોરોનાના કેસ વધતા તંત્ર હરકતમાં આવ્યું છે. વડોદરામાં ગઈકાલે તંત્રની હાઇ લેવલ બેઠક યોજાઈ હતી. બેઠક બાદ કલેક્ટર શાલિની અગ્રવાલે કહ્યું હતું કે, બેઠકમાં શહેરમાં કોરોનાનું સંક્રમણ રોકવા માટેની ચર્ચા કરાઈ હતી. આગામી ૧૫ દિવસ વડોદરા માટે ખૂબ મહત્વના છે. કોર્પોરેશન અને પોલીસની સંયુક્ત ટીમ બનાવી હવેથી કાર્યવાહી કરાશે.
શહેરમાં દરેક વોર્ડવાઈઝ ટીમ ફરશે અને માસ્ક ન પહેરનાર અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરનાર સામે કાર્યવાહી કરશે. તો પ્લાનિંગ બાદ વડોદરામાં આજથી કોરોનાને લઈ તંત્રની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરમાં કોરોનાના નિયમોનું પાલન કરાવવા જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ અને ફ્લાઈંગ સ્કવોડ કાર્યવાહી કરશે. વડોદરામાં ૧૨૦ હોટસ્પોટ હોટસ્પોટ નક્કી કરાયા છે. જેમાં માસ્ક વગર ફરતા લોકો પાસેથી દંડ વસૂલવામાં આવશે. માસ્ક વગર દુકાનમાં કામ કરનાર, વેપાર કરનારની દુકાનો સીલ કરાશે.
૨૪ ફ્લાઇંગ સ્કવોડ તૈયાર કરાઈ છે. જે શહેરના મોટા મોલ માટે ચારેય ઝોનમાં એક ફ્લાઇંગ સ્કવોડ તૈયાર કરી છે, જે મોલમાં ભીડ હશે તે મોલને સીલ કરાશે. ગઈકાલે વડોદરાના ઓએસડી વિનોદ રાવે પણ એક નિવેદનમાં કહ્યું હતું કે, વડોદરામાં ૧૨૦ હોટ સ્પોટ નક્કી કરાયા છે. આ તમામ હોટ સ્પોટમાં પોલીસ અને પાલિકાની સંયુક્ત ટીમ કાર્યવાહી કરશે. માસ્ક વગરના લોકો પાસેથી દંડ વસૂલાશે. તો સાથે જ શહેરના ગાર્ડન અને પબ્લિક સ્પોટ પર રાહત દરે માસ્કનું વેચાણ કરાશે.

Related posts

વડોદરામાં બે દિવસમાં પાણીપુરીના ૧૯૦ વિક્રેતાને ત્યાં ફૂડ વિભાગના દરોડા

Charotar Sandesh

વડોદરા : ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતાં પોલીસ કર્મીઓને ડબલ દંડ ફટકારાયો…

Charotar Sandesh

અહેવાલ પ્રસિદ્ધ થતાં તંત્ર હરકતમાં : વડોદરાના ભાયલી સ્ટેશનથી પાદરા હાઈવે રોડનું રિપેરીંગ કામ શરૂ…

Charotar Sandesh