Charotar Sandesh
સ્પોર્ટ્સ

૯૭૮ મેચોનાં ઈતિહાસમાં ટીમ ઈન્ડિયાનું સૌથી શર્મનાક પ્રદર્શન…

વેલિંગટન : ટીમ ઈન્ડિયાનું બોલિંગ આક્રમણ વિપક્ષી ટીમો પર દબાણ બનાવવા અને તેનાં ખેલાડીઓને આઉટ કરવામાં સતત નિષ્ફળ થઈ રહ્યું છે. ટીમના સ્ટાર બોલર જસપ્રિત બુમરાહ પણ વિકેટો માટે તરસી રહ્યો છે. આ જ કારણ છે કે બીજી ટીમોનાં બેટ્‌સમેન ભારતની સામે ભરપૂર રન બનાવી રહ્યા છે અને પહાડ જેવો મોટો સ્કોર રચી રહ્યા છે. ભારતીય ટીમનાં બોલર્સનું આ ખરાબ પ્રદર્શન પહેલી વન ડે બાદ બીજી વન ડેમાં પણ જોવા મળ્યું હતું અને ટીમે એક શર્મનાક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ભારતીય ટીમના ૯૭૮ મેચોનાં ઈતિહાસમાં આવું પહેલીવાર થયું છે કે જ્યારે વિપક્ષી ટીમના ઓપનિંગ બેટ્‌સમેનોએ ભારતીય બોલર્સની સામે સતત ૩ ઈનિંગમાં સેન્ચુરીની પાર્ટનરશિપ નોંધાવી છે.
સૌથી પહેલાં ન્યુઝીલેન્ડની ટીમ તરફથી આ વર્ષે ફેબ્રુઆરીમાં માર્ટિન ગુપ્તિલ અને હેનરી નિકોલ્સે ૧૦૬ રનોની પાર્ટનરશિપ કરી હતી. તે બાદ ઓસ્ટ્રેલિયા સામેની પહેલી વન ડેમાં એરોન ફિન્ચ અને ડેવિડ વોર્નરે ૧૫૬ રનોની અને રવિવારે બીજી વન ડેમાં બંનેએ ૧૪૨ રનોની પાર્ટનરશિપ કરી હતી. આ ઉપરાંત ટીમનાં બોલર્સે એક અણગમતો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ભારતીય બોલર્સ છેલ્લા પાંચથી વધારે મેચોમાં પાવરપ્લેમાં વિકેટ લેવામાં નિષ્ફળ નીવડ્યો છે.
અને આ જ કારણ છે કે હવે એક કેલેન્ડર વર્ષમાં પહેલી વિકેટ માટે સૌથી ખરાબ સરેરાશ સાથે બોલિંગ કરનાર ટીમોમાં ભારત કેન્યા, બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વે જેવા દેશોથી પણ ઉપર પહોંચી ગયું છે. ભારતીય ટીમની ૨૦૨૦માં પહેલી વિકેટ માટે ૧૨૫.૪૨ની સૌથી ખરાબ સરેરાશ છે, જ્યારે આ મામલામાં બીજા સ્થાન પર કેન્યાની ટીમ છે જેની ૨૦૦૧માં સરેરાશ ૧૦૪.૩૭ હતી. આ ઉપરાંત બાંગ્લાદેશની ૧૯૯૭માં ૯૬ અને ઝિમ્બાબ્વેની ૨૦૨૦માં જ ૮૪ની સરેરાશ રહી છે.

Related posts

હારથી ગિન્નાયેલ કોહલીએ રિપોર્ટરને લીધો આડે હાથ, કહ્યુંઃ ’ અડધી માહિતી સાથે ન આવો’

Charotar Sandesh

કોઈપણ સક્રિય ખેલાડીની બાયોપિક ન બનાવવી જોઈએ : નિરજ ચોપરા

Charotar Sandesh

પ્રિયા મલિકે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતી ભારતનું નામ રોશન કર્યું

Charotar Sandesh