પૂર્વ લદ્દાખમાં ચાલી રહેલ સરહદ વિવાદ વચ્ચે ડ્રેગનની વધુ એક ચાલ…
ચીનની નફ્ફટાઇથી ભારતના પૂર્વોત્તર રાજ્યો અને બાંગ્લાદેશમાં દુષ્કાળની સ્થિતિ પેદા થઇ શકે છે, આ ડેમ એટલો વિશાળ હશે કે ચીનમાં બનેલા બીજા દુનિયાના સૌથી મોટા ડેમ થ્રી જોર્જની સરખામણીએ ત્રણ ગણો મોટો હાઇડ્રોપાવર પેદા કરી શકશે…
ન્યુ દિલ્હી : પૂર્વ લદ્દાખમાં ચાલી રહેલ સરહદ વિવાદની વચ્ચે ચીની ડ્રેગન તિબેટમાંથી નીકળતી બ્રહ્મપુત્ર નદી કે યારલુંગ જાંગબો નદીના નીચલા પ્રવાહો પર ભારતીય સીમાની નજીક એક વિશાળકાય ડેમ બનાવવા જઈ રહ્યું છે. આ ડેમ એટલો મોટો હશે જેનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે તે ચીનમાં બનેલા બીજા દુનિયાના સૌથી મોટા ડેમ થ્રી જોર્જની સરખામણીએ આ ત્રણ ગણો મોટો હાઇડ્રોપાવર પેદા કરી શકશે. ચીનના આ વિશાળ આકારના ડેમથી ભારતના પૂર્વોત્તર રાજ્યો અને બાંગ્લાદેશમાં દુષ્કાળ જેવી સ્થિતિ પેદા થઇ શકે છે.
તિબેટ સ્વાયત્ત વિસ્તારમાંથી નીકળતી બ્રહ્મપુત્ર નદી ભારતના અરૂણાચલ પ્રદેશ રાજ્ય દ્વારા દેશની સરહદમાં પ્રવેશ કરે છે. અરુણાચલ પ્રદેશમાં આ નદીને સિયાંગ કહેવામાં આવે છે. ત્યારબાદ આ નદી અસમ પહોંચે છે ત્યારે તેને બ્રહ્મપુત્ર કહેવામાં આવે છે. અસમથી થઇને બ્રહ્મપુત્ર બાંગ્લાદેશમાં પ્રવેશ કરે છે. બ્રહ્મપુત્રને ભારતના પૂર્વોત્તર રાજ્યો અને બાંગ્લાદેશની જીવનદોરી માનવામાં આવે છે અને લાખો લોકોની આજીવીકા તેના પર નિર્ભર છે.
ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે સંકેત આપ્યા છે કે આ ડેમ તિબેટના મેડોગ કાઉન્ટીમાં બનાવી શકે છે જે ભારતના અરુણાચલ પ્રદેશની સરહદની ખૂબ જ નજીક છે. ચીન પહેલાં જ બ્રહ્મપુત્ર નદી પર અનેક નાના નાના ડેમ બનાવી ચૂક્યું છે. જો કે નવા ડેમના આકારમાં મહાકાય થવા જઈ રહ્યો છે. આ નવો ડેમ મોટો હશે કે ચીનમાં બનેલા બીજા દુનિયાના સૌથી મોટા ડેમ થ્રી જોર્જની સરખામણીએ આ ત્રણ ગણી હાઇડ્રોપાવર પેદા કરી શકે છે.
કહેવાય છે કે આ નવા ડેમને ચીનની નેશનલ સિક્યોરિટીને ધ્યાનમાં રાખીને બનાવામાં આવી રહ્યો છે. ચીનના પાવર કંસ્ટ્રકશન કોઓપરેશનના ચેરમેન અને પાર્ટીના સેક્રેટરી યાન ઝિયોંગ એ કહ્યું કે તાજી પંચવર્ષીય યોજનાની અંતર્ગત આ ડેમને બાંધવામાં આવશે. આ યોજના ૨૦૨૫ સુધી ચાલશે. તેમણે કહ્યું કે અત્યાર સુધીના ઇતિહાસમાં પહેલા આવો કોઇ ડેમ બન્યો નથી. આ ચીનની હાઇડ્રો પાવર ઇન્ડસ્ટ્રીઝ માટે ઐતિહાસિક તક છે. આ ડેમથી ૩૦૦ અબજ કેડબલ્યુએચ વીજળી દર વર્ષે મળી શકે છે.
નિષ્ણાતોનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય નદીઓના મામલામાં ચીને ભારત પર રણનીતિક બઢત મેળવી છે. લોવી ઈન્સ્ટીટ્યૂટના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ચીને તિબેટના પાણી પર પોતાનો દાવો કર્યો છે. જેનાથી તે દક્ષિણ એશિયામાં વહેતી ૭ નદીઓ સિંધુ, ગંગા, બ્રહ્મપુત્ર, ઈરાવડી, સલવીન, યાંગટ્જી અને મેકાંગના પાણીને નિયંત્રિત કરી રહ્યું છે. આ નદીઓ પાકિસ્તાન, ભારત, બાંગ્લાદેશ, મ્યાનમાર, લાઓસ અને વિયેતનામમાં થઈને પસાર થાય છે. જેમાંથી ૪૮ ટકા પાણી ભારતથી પસાર થાય છે. મનાઈ રહ્યું છે કે આ નવા ડેમને ચીને નેશનલ સિક્યોરિટીને ધ્યાનમાં રાખીને બનાવ્યો છે. બંધથી ૩૦૦ અરબ કેડબલ્યુએચ વીજળી દર વર્ષે મળશે.
ચીની બાબતોના નિષ્ણાત શૂ લિપિંગ કહે છે કે આ ડેમથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા ભારત અને બાંગ્લાદેશના લોકો પર ઘણી અસર પડશે. ભારત ચીનની વાતો પર કયારેય વિશ્વાસ કરી શકશે નહીં.