મુંબઇ : દેશમાં ચાલી રહેલ ખેડૂત આંદોલનોને લઈ લોકો બે મત છે અને એક પછી એક કેટલાય ટ્વીટ આ મામલે સામે આવી રહ્યાં છે. હાલ એક સમાચાર સૌથી વધુ ચર્ચામાં છે અને એ છે હિમાંશી ખુરાનાએ કંગના રાણાવતના એક પોસ્ટને લઈ તેમના પર નિશાન સાધ્યું. ઉલ્લેખનીય છે કે કંગના રાણાવતે હાલમાં જ એક ટ્વીટ કરતાં લખ્યું હતું કે ખેડૂતોના નામે સૌકોઈ પોતાની રોટલીઓ સેકવામાં લાગ્યા છે.
કંગનાએ ૯૦ વર્ષીય બિલકિસ બાનોને લઈને પણ ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટ્સ બાદ તે ઘણી ટ્રોલ થઈ હતી અને લોકો તેને ખરી ખોટી સંભળાવી રહ્યા છે. તેમના આ ટ્વીટ પર હિમાંશીએ પણ નિશાન સાધ્યું. હિમાંશી અવારનવાર સોશિયલ મીડિયા પર ગમે તેની સામે થઈ જાય તે ઘણું જોયું છે. તેમણે લખ્યું કે… ’ઓહ… તો હવે તે નવી સ્પોકપર્સન છે. વાતને ખોટું એંગલ આપવાનું કોઈ આની પાસેથી સીખે. જેથી કાલે આ લોકો કંઈક કરે.’
દંગા કેમ થશે તેનું કારણ પહેલેથી જ ફેલાવી દીધું… સ્માર્ટ અને પહેલી ગવર્નમેન્ટથી પંજાબી ખુશ નહોતા અને અત્યારે પણ નથી. જો અમારા સીએમ સાહેબ આવીને કંઈક કરે ચે તો ખુદ ઠંડમાં રસ્તાઓમાં ના નિકળત.
જે બાદ હિમાંશીનું આ ટ્વીટ તેજીથી વાયરલ થઈ રહ્યું છે અને જોવાનું છે કે આના પર કંગના રાણાવત કેવી રીતે રિએક્ટ કરે છે.