જલંધર : ટીમ ઇન્ડિયાને બે બે વાર વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં ચાવી રૂપ ભૂમિકા ભજવનાર સિક્સર કિંગ યુવરાજસિંઘનો આજે જન્મદિવસ છે. યુવરાજસિંઘે આ જન્મદિવસની ઊજવણીના દિવસે યુવરાજસિંઘે કોઈ તામજામ કર્યા વગર એક પત્ર લખ્યો અને આ પત્રમાં તેનું દુઃખ છલકાયું છે. હકિકતે યુવરાજે એક નિવેદન બહાર પાડ્યું છએ અને તેમાં તેણે પિતા યોગરાજસિંઘના વિવાદિત નિવેદન સાથે પોતાને કઈ લાગતું વળગતું નથી તેવું જણાવ્યું છે. જોકે, યુવરાજે આ સાથે આ નિવેદનમાં ખેડૂત આંદોલનનો સુખદ અંત આવે તેવી પણ આશા રાખી છે.
૧૨ ડિસેમ્બર ૧૯૮૧ના રોજ જન્મેલા યુવરાજસિંઘને આજે ૩૯ વર્ષ થયા છે. રાત્ર ૧૨ વાગ્યે યુવરાજસિંઘે ઇન્સ્ટાગ્રામ પર પર એક પોસ્ટ લખી જેમાં એક પત્ર મૂક્યો હતો. યુવરાજે આ પોસ્ટમાં લખ્યું કે ’હું પિતા યોગરાજસિંહ દ્વારા આપવાામં આવેલા નિવેદનથી ખુબ જ દુખી છું. હું અહીંયા સ્પષ્ટ કરવા માંગું છું કે મારી વિચારધારા તેમની વિચારધારા સાથે મેળ ખાતી નથી. હકિતતમાં એક અઠવાડિયા પહેલાં યોગરાજસિંઘે ખેડૂત આંદલોનના સમર્થનમાં કથિત રીતે હિંદુઓ વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી.
આ ભાષણ તેમણે પંજાબીમાં આપ્યું હતું અને કહ્યું હતું કે ’આ હિંદુઓ ગદ્દાર છે, સો વર્ષ મુઘલોની ગુલામી કરી’ તેમણે મહિલાઓ અંગે પણ વિવાદિત નિવેદન કર્યુ હતું. યોગરાજસિંઘનું આ ભાષણ સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું અને લોકોએ તેમની ધરપકડની માંગ કરી હતી.