Charotar Sandesh
ઈન્ડિયા

દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૨૨,૮૯૦ નવા કેસ, ૩૩૮ દર્દીનાં મોત…

સંક્રમિતોની સંખ્યા ૧ કરોડની નજીક, હાલમાં ૩,૧૩,૮૩૧ એક્ટિવ કેસો…

ન્યુ દિલ્હી : ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસના નવા ૨૨,૮૯૦ કેસ નોંધાતા કુલ કેસલોડ ૯૯.૭૯ લાખ થયો છે. દરમિયાન કોરોનાથી રિકવર થયેલા દર્દીઓની સંખ્યા વધીને ૯૫ લાખથી વધી ગઈ હતી. આરોગ્ય મંત્રાલયના ડેટા મુજબ છેલ્લા એક દિવસમાં વધુ ૩૩૮ દર્દીનાં મોત થતા કુલ મૃત્યુઆંક ૧,૪૪,૭૮૯ થયો હતો.
સરકારના ડેટા મુજબ છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાયો છે. કુલ કેસ ૨૩,૦૦૦થી નીચે રહે છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસનો આંક ૯૯,૭૯,૪૪૭ થયો છે. રિકવરી રેટ વધીને ૯૫.૪૦ થયો છે તેમજ મૃત્યુદર ૧.૪૫ ટકા નોંધાયો છે. સળંગ ૧૨માં દિવસે કોરોનાના સક્રિય કેસો ચાર લાખથી નીચે રહ્યા છે.
દેશમાં કોરોનાના કુલ સક્રિય કેસો ૩,૧૩,૮૩૧ રહ્યા છે જે કુલ કેસલોડના ૩.૧૪ ટકા થાય છે. આઈસીએમઆરના મતે દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના ૧૫,૮૯,૧૮,૬૪૬ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગઈકાલે દેશમાં ૧૧,૧૩,૪૦૬ કોરોના સેમ્પલ ટેસ્ટ થયા હતા. વધુ ૩૩૮ દર્દીનાં મોત થયા છે જે પૈકી મહારાષ્ટ્રમાં ૬૫, પશ્ચિમ બંગાળમાં ૪૪, દિલ્હીમાં ૩૫ અને કેરળમાં ૨૭ દર્દીનાં મોત થયા હતા.

Related posts

રાહતના સમાચાર : ૨૪ કલાકમાં ૨.૫૭ લાખ કોરોના પોઝિટિવ કેસ…

Charotar Sandesh

કૃષિ કાયદા ખેડૂતોને બરબાદ કરવા અને મોદીજીના મિત્રોને સોંપી દેવા બનાવાયા : રાહુલ

Charotar Sandesh

માતા સાથે મારપીટ કરનાર પુત્ર-પુત્રવધુને કોર્ટે બે વર્ષની જેલની સજા ફટકારી…

Charotar Sandesh